રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બોલિવૂડ, દક્ષિણ સિનેમા અને ભોજપુરીના ફિલ્મી સ્ટારો ફટકારશે ચોગ્ગા-છગ્ગા

10:58 AM Jan 28, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

8 ફેબ્રુઆરીથી શરૂ થશે સેલિબ્રિટી ક્રિકેટ લીગ, 8 ટીમો વચ્ચે ટક્કર

Advertisement

ક્રિકેટ જોવાથી રમતગમતનો અહેસાસ થાય છે, પરંતુ જ્યારે તે ક્રિકેટ બોલિવૂડ, દક્ષિણ સિનેમા અને ભોજપુરી કલાકારો વચ્ચે હોય છે, ત્યારે તેમાં મનોરંજન પણ ઉમેરવામાં આવે છે. ખરેખર સીસીએલ શરૂૂ થવાની છે. જેમાં 8 ટીમો એકબીજા સાથે ટકરાશે.

અત્યાર સુધીમાં સીસીએલની 10 સીઝન પૂર્ણ થઈ ગઈ છે. હવે તેની 11મી સીઝન 2025 માં શરૂૂ થવા જઈ રહી છે. તરણ આદર્શે પોતાના એક્સ હેન્ડલ પરથી પોસ્ટ કરીને આ માહિતી આપી છે. તેમણે લખ્યું, સીસીએલની 11મી સીઝન 8 ફેબ્રુઆરી 2025 થી શરૂૂ થવા જઈ રહી છે જેમાં 8 અલગ અલગ ફિલ્મ ઉદ્યોગો ભાગ લેશે. અહીં એ પણ જણાવવામાં આવ્યું છે કે આ મેચો બેંગલુરુ, દિલ્હી, હૈદરાબાદ, સુરત અને કોઈમ્બતુરમાં રમાશે.

સેલિબ્રિટી ક્રિકેટ લીગમાં 8 ટીમો છે. તેમના નામ બંગાળ ટાઈગર્સ, ભોજપુરી દબંગ, ચેન્નાઈ રાયટ્સ, કર્ણાટક બુલડોઝર્સ, સી3 કેરળ સ્ટ્રાઈકર્સ, મુંબઈ હીરોઝ, પંજાબ દે શેર, તેલુગુ વોરિયર્સ છે. આમાં બોલિવૂડ, સાઉથ, ભોજપુરી, બંગાળી અને પંજાબના મોટા કલાકારો બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગ કરતા જોવા મળશે. તમે તેને ઉંશજ્ઞ સિનેમા ઘઝઝ પર જોઈ શકશો.

ગયા સિઝનમાં, ફાઇનલ મેચ બંગાળ અને કર્ણાટક વચ્ચે રમાઈ હતી, જેમાં બંગાળે કર્ણાટકને હરાવીને શ્રેણી જીતી હતી. આ વખતે ફરી 8 ટીમો આ ટ્રોફી માટે રેસમાં છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે ટ્રોફીનો હકદાર કોણ બનશે.

Tags :
Film StarsFilm Stars cricketindiaindia newsSportssports news
Advertisement
Advertisement