For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બોલિવૂડ એક્ટર ગોવિંદાને લાગી ગોળી, હોસ્પિટલમાં કર્યા દાખલ

09:49 AM Oct 01, 2024 IST | admin
બોલિવૂડ એક્ટર ગોવિંદાને લાગી ગોળી  હોસ્પિટલમાં કર્યા દાખલ

બોલિવૂડ એક્ટર ગોવિંદા વિશે મંગળવારે સવારે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં તેને પગમાં ગોળી વાગી છે અને આ ગોળી તેની પોતાની લાઇસન્સવાળી રિવોલ્વરમાંથી ચલાવવામાં આવી છે. આ ઘટના સવારે 5 વાગ્યે બની હતી અને તે કોઈ કામ માટે બહાર જઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક રિવોલ્વરમાંથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

Advertisement

ગોળી ચલાવવામાં આવ્યા બાદ હંગામો થયો હતો. ઘાયલ ગોવિંદાને તાત્કાલિક CRITI હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ દરમિયાન પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ગોળીબાર બાદ તે ઘટનાસ્થળે પહોંચી અને ગોવિંદાની બંદૂક પોતાના કબજામાં લઈ લીધી. આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. અભિનેતાની રિવોલ્વર ખોટી રીતે નીકળી ગઈ અને ગોળી તેના ઘૂંટણમાં વાગી. ગોવિંદા પાસે લાયસન્સવાળી રિવોલ્વર છે. જો કે તેના પરિવાર અને ટીમે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement