ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

હાથમાં બાઈક ઊંચકી લેતાં બોડી બિલ્ડરનું જીમમાં મૃત્યુ

11:42 AM Mar 08, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

રાજસ્થાનના કોટા શહેરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં જિમમાં સાઈકલિંગ કરતી વખતે શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ 35 વર્ષના દેશરાજ પોસવાલનું મોત નિપજ્યું છે. યુવક જિમમાં વર્કઆઉટ કરી રહ્યો હતો. આ દરમિયાન અચાનક તેમની તબિયત અચાનક જ બગડી ગઈ હતી. જે બાદ તેણે હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું.મૃતકના પરિવારે કહ્યું કે- દેશરાજને માત્ર ઉધરસ અને શરદી હતી. જો કે તમામ પ્રયાસો બાદ પણ પરિવારે પોસ્ટમોર્ટમ કરવાનો ઈનકાર કરી દીધો.

Advertisement

મૃતક દેશરાજના ભાઈ રુપચંદે જણાવ્યું કે- દેશરાજને આમ તો કોઈ બીમારી ન હતી. માત્ર તેણે સામાન્ય તાવ અને શરદી-ઉધરસ હતા. સારવાર દરમિયાન ડોકટરે તેણે જિમ ન જવાની સલાહ આપી હતી. તે પછી તબિયતમાં થોડો સુધારો થયા બાદ દેશરાજ જિમ ગયો હતો જ્યાં અચાનક જ તેમની તબિયત લથડી હતી.

પરિવારના લોકોએ કહ્યું કે- જ્યારે દેશરાજની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી હતી ત્યારે તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. ત્યારે દેશરાજે ચિકિત્સક અને પરિવારના લોકોને કહ્યું- 10 મિનિટમાં બચાવી શકો તો બચાવી લો નહીંતર હું મરી જઈશ. જેના થોડા સમય બાદ જ તેમનું મોત નિપજ્યું. એક્સપર્ટ ડોકટરે તેમણે ચેક કર્યો અને મૃત જાહેર કર્યો. ચિકિત્સકોનું કહેવું છે કે દેશરાજનું હાર્ટએટેકથી મોત નથી થયું. તેમનું અચાનક જ મૃત્યુ કેમ થયું તેનું કારણ હજુ સુધી સમજાયું નથી. એવામાં જો પોસ્ટમોર્ટમની પ્રક્રિયા થાય તો ઘણી વધુ જાણકારી સામે આવી શકત.

મૃતક દેશરાજ પોસવાલ જવાહર નગર વિસ્તારમાં રહેતા હતા અને હોસ્ટેલ વ્યવસાય સાથે જોડાયેલા હતા. દેશરાજ સામાજિક અને રાજકીય કાર્યક્રમોમાં પણ ભાગ લેતા હતા. આ સાથે જ તે ભાજપ ઓબીસી મોર્ચાના મહામંત્રી હતા અનેક કાર્યક્રમોમાં બંને હાથથી બાઈક ઉઠાવીને પોતાની તાકાતનો પરિચય આપતા હતા. તેમના અચાનક મૃત્યુથી ભાજપમાં પણ શોક જોવા મળી રહ્યો છે.

Tags :
BodybuilderBodybuilder deathindiaindia news
Advertisement
Advertisement