For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સિક્કિમના પૂર્વ મંત્રીનો મૃતદેહ બંગાળની નહેરમાંથી મળ્યો

05:59 PM Jul 17, 2024 IST | Bhumika
સિક્કિમના પૂર્વ મંત્રીનો મૃતદેહ બંગાળની નહેરમાંથી મળ્યો
Advertisement

સિક્કિમના પૂર્વ મંત્રી આરસી પૌડ્યાલનો મૃતદેહ પશ્ચિમ બંગાળની એક નહેરમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ છે. સિક્કિમના પૂર્વ મંત્રી આરસી પૌડ્યાલનો મૃતદેહ ગુમ થયાના નવ દિવસ પછી સિલિગુડી નજીક એક નહેરમાંથી મળી આવ્યો છે.

પોલીસે જણાવ્યું કે ગઈકાલે મંગળવારે સિલિગુડીના ફુલબારીમાં તિસ્તા કેનાલમાં 80 વર્ષીય પૌડ્યાલનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ એવી આશંકા છે કે મૃતદેહ તિસ્તા નદીના ઉપરના ભાગમાંથી વહી ગયો હશે. ઘડિયાળ અને કપડાં પરથી લાશની ઓળખ થઈ હતી.

Advertisement

આરસી પૌડ્યાલ 7 જુલાઈના રોજ પાક્યોંગ જિલ્લામાં તેમના વતન છોટા સિંગતમથી ગુમ થઈ ગયા હતા. તેઓને શોધવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)ની રચના કરવામાં આવી હતી. પોલીસે કહ્યું કે આરસી પૌડ્યાલના મૃત્યુની તપાસ ચાલુ છે. પૌડ્યાલ સિક્કિમ વિધાનસભામાં ડેપ્યુટી સ્પીકર હતા અને બાદમાં રાજ્યના વન મંત્રી બન્યા હતા.

આરસી પૌડ્યાલને 70 અને 80 ના દાયકાના અંતમાં હિમાલયન રાજ્યના રાજકીય પરિદ્રશ્યમાં એક મહત્વપૂર્ણ વ્યક્તિ માનવામાં આવતું હતું. તેમણે રાઇઝિંગ સન પાર્ટીની સ્થાપના કરી. તેઓ સિક્કિમની સાંસ્કૃતિક અને સામાજિક ગતિશીલતાની ઊંડી સમજણ માટે પણ જાણીતા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement