દિલ્હીમાં એક જ રૂમમાંથી ચાર લોકોના મૃતદેહ મળ્યા
ગૂંગળામણથી મોત થયાનું પોલીસનું અનુમાન
રાજધાની દિલ્હીના દક્ષિણપુરી વિસ્તારમાં શનિવારે એક સનસનાટીભર્યો મામલો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક જ ઘરમાંથી ચાર લોકોના મૃતદેહ મળી આવતાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. ચારેય મૃતકો એક જ રૂૂમમાંથી મળી આવ્યા હતા, જેના કારણે વિસ્તારમાં ગભરાટનો માહોલ છે.
માહિતી મુજબ, ચારેય મૃતકો પુરુષો છે. આમાં બે ભાઈઓનો સમાવેશ થાય છે. તે બધા એસી મિકેનિક તરીકે કામ કરતા હતા. લાંબા સમય સુધી દરવાજો ન ખુલતા પડોશીઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી, દરવાજો તોડીને રૂૂમમાં પ્રવેશ કર્યો, જ્યાં ચારેય મૃતદેહ મળી આવ્યા. પ્રાથમિક તપાસમાં, પોલીસને શંકા છે કે ગૂંગળામણને કારણે મૃત્યુ થયું છે. રૂૂમમાં વેન્ટિલેશન ન હતું અને દરવાજો બંધ હતો. જોકે, મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ જાણી શકાશે. હાલમાં, પોલીસે કેસ નોંધીને તપાસ શરૂૂ કરી છે અને નજીકના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઘટનાસ્થળેથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. પોલીસે ફોરેન્સિક ટીમને સ્થળ પર બોલાવી છે.