મહાકુંભમાં નાવ પલટી, બધાને બચાવી લેવાયા: ર ગાડીમાં આગ
આજે મહાકુંભનો 13મો દિવસ છે. આજે સવારે કિલા ઘાટ પર એક બોટ પલટી ગઈ હતી. બોટમાં સવાર 10 લોકો ડૂબવા લાગ્યા ત્યારે જલ પોલીસે બધાને બચાવ્યા. તમામને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. મહાકુંભ વિસ્તારમાં સેક્ટર-2 પાસે વહેલી સવારે બે વાહનોમાં અચાનક આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમે આગને કાબુમાં લીધી હતી.
ફાયર ઓફિસર વિશાલ યાદવે કહ્યું- એક વાહનમાં આગ લાગી હતી. તેની પાસે પાર્ક કરેલી બીજી કાર પણ આંશિક રીતે બળી ગઈ હતી. કારણ હજુ સ્પષ્ટ થયું નથી. આ પહેલા 19 જાન્યુઆરીએ સેક્ટર-19માં સિલિન્ડરમાંથી ગેસ લીક થવાને કારણે આગ લાગી હતી. જેમાં 180 ટેન્ટ બળી ગયા હતા.
પ્રખ્યાત ગાયક ગુરુ રંધાવાએ શુક્રવારે મહાકુંભમાં સ્નાન કર્યું હતું. તેણે એકસ પર લખ્યું - હું એક નવી શરૂૂઆત કરી રહ્યો છું. સીએમ યોગી આજે ફરી પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. મહાકુંભ શરૂૂ થયા બાદ આ તેમની ત્રીજી મુલાકાત છે. તેઓ મૌની અમાવસ્યા સ્નાન સંબંધિત તૈયારીઓની સમીક્ષા કરશે.એક અંદાજ મુજબ આ દિવસે 8 થી 10 કરોડ લોકો સ્નાન કરવા આવી શકે છે.