ભાજપને ફટકો, બંગાળની પૂર્વ સાંસદ રૂપા ગાંગુલીની ધરપકડ
ભાજપના પૂર્વ સાંસદ રૂૂપા ગાંગુલીની પશ્ચિમ બંગાળના કોલકાતામાં ધરપકડ કરવામાં આવી છે. રૂૂપા ગાંગુલી આખી રાત બાંસદ્રોણી પોલીસ સ્ટેશન સામે ધરણા પર બેઠી હતી. વિરોધ શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યો હતો. દરમિયાન બંગાળ પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો. પોલીસ રૂૂપા ગાંગુલીને લાલ બજારમાં લઈ ગઈ છે.
રૂૂપા ગાંગુલી ગઈકાલે રાતથી બાંસદ્રોણી પોલીસ સ્ટેશનમાં વિરોધ કરી રહી હતી. આજે સવારે ધરપકડ કરી હતી. બીજેપી કાર્યકર્તાઓના જણાવ્યા અનુસાર પોલીસે લગભગ 10 વાગે રૂૂપાની અટકાયત કરી અને તેને લાલ બઝાર એક કારમાં લઈ ગઈ. રૂૂપાની બેગ પોલીસ સ્ટેશનમાં જ રહી ગઈ છે.
બાંસદ્રોણીમાં થયેલા માર્ગ અકસ્માતને લઈને રૂૂપા ગાંગુલીએ પોલીસ સામે મોરચો ખોલ્યો હતો. રૂૂપાએ કહ્યું કે જ્યાં સુધી પોલીસ આરોપીને કસ્ટડીમાં નહીં લે ત્યાં સુધી તે પોલીસ સ્ટેશન સામે બેસીને વિરોધ ચાલુ રાખશે. પોલીસે તેમને સમજાવવાની ઘણી કોશિશ કરી, પરંતુ તેઓએ કોઈની વાત ન સાંભળી. રૂૂપા ગાંગુલી આખી રાત બાંસદ્રોણી પોલીસ સ્ટેશનના પરિસરમાં બેસીને આરોપીઓની ધરપકડની માંગ કરી હતી. વિરોધને રોકવા માટે પોલીસે તેની ધરપકડ કરી હતી.