ચાર શહેરોમાં બ્લાસ્ટનું આયોજન હતું, ડો.ઉમરના DNA મેચ થયા
બે જૂથોમાં વહેંચાઇ 4 સ્થળોએ શ્રેણીબધ્ધ વિસ્ફોટ કરવાની યોજના હતી, કાર વિસ્ફોટ કરનારો ઉમર તુર્કીના હેન્ડલરના સંપર્કમાં હતો, જમ્મુ-કાશ્મીર સુધી તપાસ લંબાઇ, 15 સ્થળોએ દરોડા
દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક થયેલા વિસ્ફોટો અંગે હવે નવા ખુલાસા સામે આવ્યા છે. તપાસ એજન્સીના સૂત્રોએ ખુલાસો કર્યો છે કે આશરે આઠ શંકાસ્પદોએ ચાર સ્થળોએ શ્રેણીબદ્ધ વિસ્ફોટોની યોજના બનાવી હતી. તેઓએ બે જૂથોમાં ચાર શહેરોમાં મુસાફરી કરવાની યોજના બનાવી હતી. દરેક જૂથ બહુવિધ IED રાખવાનું હતું.
અગાઉ માહિતી બહાર આવી હતી કે આતંકવાદીઓએ દિવાળી અને પ્રજાસત્તાક દિવસે વિસ્ફોટ કરવાની યોજના બનાવી હતી. નોંધનીય છે કે આઇ-20 કાર બોમ્બ વિસ્ફોટમાં સામેલ વ્યક્તિના DNAદ્વારા આખરે 10 નવેમ્બરના રોજ લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટમાં ડો. ઉમર મોહમ્મદની સંડોવણીની પુષ્ટિ થઈ છે. ઘટનાસ્થળેથી મળેલા માનવ શરીરના ભાગો ઉમરના પરિવારના સભ્યોના DNAસાથે મેળ ખાય છે. ત્યારબાદના તપાસ અહેવાલમાં સંપૂર્ણ વાર્તા બહાર આવી છે.
દિલ્હી પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે DNAપરીક્ષણથી પુષ્ટિ મળી છે કે લાલ કિલ્લા પાસે બોમ્બ વિસ્ફોટ કરનાર વ્યક્તિ ડો. ઉમર ઉન નબી હતો. વિસ્ફોટ પછી, તેનો પગ સ્ટીયરિંગ વ્હીલ અને એક્સિલરેટર વચ્ચે ફસાયેલો મળી આવ્યો હતો. તેનો DNAનમૂનો તેની માતા સાથે મેળ ખાય છે.
ઉમર મોહમ્મદ લાલ કિલ્લા મેટ્રો પાર્કિંગ લોટ વિસ્ફોટમાં આત્મઘાતી બોમ્બર હતો. ઉમર મોહમ્મદ ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટીની મેડિકલ કોલેજમાં ભણાવતો હતો. ઉમર સોમવારે ફરીદાબાદમાં જમ્મુ અને કાશ્મીર પોલીસના દરોડામાંથી ભાગી છૂટેલો વ્યક્તિ હતો. તેના ઘણા સાથીઓના દિલ્હી વિસ્ફોટ સાથે પણ જોડાણ છે. ઉમર સ્ટેશન એપ દ્વારા તુર્કીના અંકારા સ્થિત હેન્ડલર યુકાસાથે (સંભવીત કોડનેમ) સાથે સંપર્કમાં હતો. માર્ચ 2022માં ઘણી વ્યકિતઓ ભારતથી અંકારા ગઇ હતી. રાષ્ટ્રીય તપાસ એજન્સી આ વાતની પુષ્ટિ કરવા તુર્કી દુતાવાસ સાથે સંપર્કમાં છે. દરમિયાન, દિલ્હી વિસ્ફોટની તપાસ જમ્મુ-કાશ્મીર અને લખનઉ સુધી લંબાઇ છે. કાશ્મીરમાં 12 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે.
ચાર ડોક્ટરોની ધરપકડ બાદ અલ-ફલાહ યુનિ. પર દરોડો
દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટ બાદ, તપાસ એજન્સીઓ હવે ફરીદાબાદની અલ-ફલાહ મેડિકલ કોલેજ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. એક સમયે તેની આધુનિક સુવિધાઓ માટે પ્રખ્યાત, કોલેજ હવે આતંકવાદી સંબંધોના આરોપોમાં ફસાઈ ગઈ છે. જમ્મુ અને કાશ્મીર પોલીસ અને ગઈંઅ ની એક ટીમે બુધવારે કોલેજ પર દરોડો પાડ્યો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે વિસ્ફોટમાં સામેલ ચાર ડોક્ટરો - ડો. ઉમર ઉન નબી, ડો. મુઝમ્મિલ, ડો. શાહીન શાહિદ અને ડો. નિસાર-ઉલ-હસનઆ કોલેજ સાથે સંકળાયેલા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ડો. નિસાર-ઉલ-હસનને 2022 માં સુરક્ષા કારણોસર જમ્મુ અને કાશ્મીર સરકારે તેમની નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. ત્યારબાદ તેમણે અલ-ફલાહ મેડિકલ કોલેજમાં નકલી નામથી ફરીથી નોકરી શરૂૂ કરી. વિસ્ફોટ પછી તેઓ ગુમ છે.
અમેરિકાએ આતંકવાદી હુમલો ગણાવી કહ્યું, ભારત તપાસ કરવા સક્ષમ
લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક થયેલા વિસ્ફોટ બાદ દુનિયાનું ધ્યાન ભારત પર કેન્દ્રિત થયું છે. ભારત સરકારે વિસ્ફોટને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. આ પછી અમેરિકાના વિદેશ સચિવ માર્કો રુબિયોએ પણ આ ઘટનાને સ્પષ્ટપણે આતંકવાદી હુમલો ગણાવ્યો છે. તેમણે તપાસ પ્રત્યે ભારતના વ્યાવસાયિક અભિગમની પણ પ્રશંસા કરી છે. તેમણે ઉમેર્યું, મને લાગે છે કે તેઓ તપાસ ખૂબ સારી રીતે કરી રહ્યા છે, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટે કહ્યું કે તેમણે વિસ્ફોટ અંગે વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે વાત કરી છે. રુબિયોએ કહ્યું કે અમેરિકાએ સહાયની ઓફર કરી છે, પરંતુ ભારત પોતાની રીતે આ તપાસ કરવા માટે ખૂબ સક્ષમ છે અને તેને મદદની જરૂૂર નથી.