કાળી પણ કામણગારી: મહાકુંભમાં માળા વેચતી ‘મોનાલીસા’ હવે વાયરલ
આજની આ સોશિયલ મીડિયાની દૂનિયામાં કોઇ પણ વ્યક્તિ વાયરલ થઇ જતા હોય છે. તો હાલમાં મહાકુંભ મેળા દરમિયાન એક ઈન્સ્ટાગ્રામ યુઝરે ફૂલ વેચતી મહિલાને વાયરલ કરી દીધી છે. મહિલા સાથે વાત કરતા તે જણાવે છે કે તે સોશિયલ મીડિયા પર પણ છે અને ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે. આ વિશે વાત કરતા લોકો કહે છે કે, પહવે તમે ફેમસ થઈ જશો. ઉલ્લેખનીય છે કે આ પહેલા સુંદર સાધ્વી તરીકે ઓળખાયેલી હર્ષા રિછરીયાનો વીડીયો વાયરલ થયો હતો.યુવતીના જાણાવ્યા અનુસાર તે મધ્યપ્રદેશના ઈન્દોરની રહેવાસી છે, તે આ મેળામાં માળા વેચે છે. જો કે તેણે આ સમય દરમિયાન પોતાનું નામ જાહેર કર્યું ન હતું. ફૂલોના માળા વેચતી છોકરીની સરખામણી મોનાલિસા સાથે પણ કરવામાં આવી રહી છે. મહાકુંભમાં પહોંચેલા લોકો તેમની સાથે સેલ્ફી લેવા માટે ચિંતિત જોવા મળે છે. લોકો સોશિયલ મીડિયા પર એમ પણ કહી રહ્યા છે કે તે પખૂબ જ સુંદર દેખાઈ રહી છે.