For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દિલ્હીમાં ભાજપનું ઓપરેશન લોટસ, આપના 10-15 ધારાસભ્યો સંપર્કમાં

11:31 AM Nov 20, 2024 IST | Bhumika
દિલ્હીમાં ભાજપનું ઓપરેશન લોટસ  આપના 10 15 ધારાસભ્યો સંપર્કમાં
Advertisement

દિલ્હીમાં ભાજપે મિશન લોટસ શરૂૂ કર્યું છે. આમ આદમી પાર્ટી (AAP)ના શક્ય એટલા ધારાસભ્યોને પાર્ટીમાં લાવવા માટે ભાજપે પ્રયાસો આદર્યા છે.

AAPની સરકારમાં મંત્રી રહેલા કૈલાશ ગહેલોતને પાર્ટીમાં લાવ્યા બાદ દિલ્હી ભાજપના નેતાઓ ખાનગીમાં કહી રહ્યા છે કે હજુ એકાદ-દોઢ મહિનો રાહ જુઓ, ડિસેમ્બરના અંત સુધીમાં AAPના ઘણાં નેતાઓ ભાજપનો ભગવો ખેસ પહેરી લેશે. ભાજપે 10થી 15 AAPના ધારાસભ્યોને લાવીને ટિકિટ આપવાનો વ્હૂય બનાવ્યો હોવાની ચર્ચા પણ દિલ્હીમાં ચાલી રહી છે.

Advertisement

ભાજપે દિલ્હીમાં મેયરની ચૂંટણીમાં પણ ઓપરેશન લોટસ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. દિલ્હીના ચૂંટાયેલા મેયરે આ આરોપ લગાવ્યો છે. દિલ્હી મહાનગરપાલિકાના મેયર બન્યા બાદ મહેશ કુમાર ખીચીએ ભાજપ પર ઓપરેશન લોટસ ચલાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. મેયરે કહ્યું, દલિત વિરોધી ભાજપે પોતાના LG દ્વારા MCD મેયરની ચૂંટણી રોકી હતી. ભાજપ નહતું ઇચ્છતું કે કોઇ દલિત વ્યક્તિ મેયર બને માટે તેમને અમારા કાઉન્સિલરોને ખરીદવાનો પ્રયાસ કર્યો હતો. દિલ્હીની જનતાએ આ બધુ જોયું અને જનતા ભાજપને તેનો જવાબ આગામી વિધાનસભા ચૂંટણીમાં આપશે.

આમ આદમી પાર્ટીમાં નેતા કૈલાશ ગહેલોત ભાજપમાં સામેલ થયા છે. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે ગહેલોતને ઊઉ દરરોજ બોલાવતી હતી માટે તેમની પાસે કોઇ રસ્તો બચ્યો નહતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement