For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાજપની 2361 કરોડની આવક, ચૂંટણી પ્રચાર યાત્રા પાછળ 1361 કરોડનો ખર્ચ

11:29 AM Feb 09, 2024 IST | Bhumika
ભાજપની 2361 કરોડની આવક  ચૂંટણી પ્રચાર યાત્રા પાછળ 1361 કરોડનો ખર્ચ

કોંગ્રેસની 452 કરોડ આવક સામે ખર્ચ 467 કરોડ, 2022-23ના આંકડા જાહેર

Advertisement

રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પંચને આપવામાં આવેલી આવક અને ખર્ચની વિગતો મુજબ ભાજપને મળતા દાનમાં નોંધપાત્ર વધારો થયો છે. ભારતીય જનતા પાર્ટીને 2021-22ની સરખામણીમાં 2022-23માં 23 ટકા વધુ દાન મળ્યું છે.
ભાજપને કુલ રૂૂ. 2361 કરોડની આવકમાંથી 54 ટકા રકમ ચૂંટણી બોન્ડમાંથી મળી હતી. જો ખર્ચની વાત કરીએ તો તેમાં પણ જબરદસ્ત વધારો થયો છે. ભાજપે 1361 કરોડ રૂૂપિયા ખર્ચ્યા હતા જે ગયા વર્ષ કરતા 59 ટકા વધુ છે. પાર્ટીના વાર્ષિક ઓડિટ રિપોર્ટ અનુસાર ભાજપે પ્રચાર પર 844 કરોડ રૂૂપિયા અને પ્રવાસ પર 132 કરોડ રૂૂપિયા ખર્ચ્યા હતા.

અહેવાલ અનુસાર, ભાજપને એક વર્ષમાં ઈલેક્ટોરલ બોન્ડથી 1294 કરોડ રૂૂપિયા મળ્યા હતા, જે ગયા વર્ષની સરખામણીમાં 25 ટકા વધુ છે. આ સિવાય વ્યક્તિગત દાન, કોર્પોરેટ અને ઈલેક્ટોરલ ટ્રસ્ટ પર મળતી રકમમાં ઘટાડો થયો હતો. ભાજપની આ આવક 721.7 કરોડથી ઘટીને 648 કરોડ થઇ ગઇ છે. આ સિવાય પાર્ટીને લાઈફ ટાઈમ સપોર્ટ ફંડથી ઘણો ફાયદો થયો છે. જેમાં અંદાજે 9 ગણો વધારો થયો છે.

Advertisement

ખર્ચની વાત કરીએ તો ભાજપે 2022-23માં બજેટનો 80 ટકા હિસ્સો ચૂંટણી અને સામાન્ય પ્રોપોગેન્ડા પર ખર્ચ કર્યો છે. તેમાં અંદાજે 1092 કરોડ રૂૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ 2021-22ની સરખામણીમાં લગભગ બમણી રકમ છે. જેમાં 844 કરોડ રૂૂપિયા પ્રચાર પાછળ અને 132 કરોડ રૂૂપિયા પ્રવાસ પર ખર્ચવામાં આવ્યા હતા.

કોંગ્રેસની વાત કરીએ તો તેને મળતા દાનમાં ઘટાડો થયો છે, જ્યારે ખર્ચમાં વધારો થયો છે. પાર્ટીની હાલત એવી છે કે આવક ઓછી અને ખર્ચ વધુ એટલે કે આમદની અઠન્ની ઔર ખર્ચા રૂૂપૈયા. એક વર્ષ અગાઉની સરખામણીમાં 2022-23માં ઘટાડો જોવા મળ્યો હતો. કોંગ્રેસને 2021-22માં 541 કરોડ રૂૂપિયા મળ્યા હતા, જે 2023-24માં ઘટીને 452 કરોડ રૂૂપિયા થઈ ગયા હતા. ખર્ચની વાત કરીએ તો એક વર્ષમાં તે 400 કરોડ રૂૂપિયાથી વધીને 467 કરોડ રૂૂપિયા થઈ ગયો છે. આ રીતે પાર્ટીનો ખર્ચ આવકને વટાવી ગયો છે. ઈલેક્ટોરલ બોન્ડમાંથી કોંગ્રેસને મળનારી રકમમાં 63 ટકાનો ઘટાડો થયો છે. પાર્ટીને તેની કુલ આવકના 38 ટકા બોન્ડ્સમાંથી મળ્યા હતા. જે માત્ર રૂૂ. 236 કરોડ જેટલા થાય છે. અન્ય પક્ષોની વાત કરીએ તો ગયા વર્ષે આમ આદમી પાર્ટીને 85.1 કરોડ રૂૂપિયા, સીપીએમને 141.6 કરોડ રૂૂપિયા અને એનપીપીને 7.5 કરોડ રૂૂપિયા મળ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement