For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

11 રાજ્યોની પેટા ચૂંટણીઓમાં પણ ભાજપનો ડંકો: તૃણમૂલની બંગાળમાં ક્લીનસ્વીપ

05:29 PM Nov 23, 2024 IST | Bhumika
11 રાજ્યોની પેટા ચૂંટણીઓમાં પણ ભાજપનો ડંકો  તૃણમૂલની બંગાળમાં ક્લીનસ્વીપ
Advertisement

મહારાષ્ટ્રમાં પ્રચંડ જીત મેળવનારા ભાજપે યુપીની પ્રતિષ્ઠાભરી 9 બેઠકોની પેટા ચુંટણીમાં 7 બેઠકો કબજે કરી સમાજવાદી પણની હવા કાઢી નાખી છે. એજ રીતે બિહારની ચારેય બેઠકો કબજે કરી આરજેડી-કોંગ્રેસના સુપડા સાફ કર્યા છે. મધ્યપ્રદેશમાં પણ બન્ને બેઠકો ભાજપને ફાળે આવી. ઉતરાખંડ અને ગુજરાતની એક તથા રાજસ્થાનની 7માંથી પાંચ બેઠક જીતીને ઇન્ડીયા ગઠબંધને આંચકો આપ્યો છે. ગત ચુંટણીમાં આ 7 પૈકી માત્ર એક બેઠક ભાજપ પાસે હતી. જયારે એક બીએપી એક અનુમાન બેનીવાલની પાર્ટી આરએસપી પાસે હતી. અને કોંગ્રેસ પાસે 4 બેઠક મળી. પાંચ સીટો પર ધારાસભ્યો સાંસદ અને બે ધારાસભ્યોના નિધનથી ખાલી પડી હતી.
ઇન્ડીયા ગઠબંધન માટે એકમાત્ર આશ્વાસન પશ્ચિમ બંગાળ રહ્યું છે.

અહીં તૃણમુલ કોંગ્રેસે છ બેઠકોની પેટાચુંટણીમાં તમામ બેઠકો મેળવી છે. ભાજપે 2021ની ચુંટણીમાં જીતેલી મહારીસર બેઠક પણ મમતા બેનર્જીના પક્ષે કબજે કરી છે.

Advertisement

એવી જ રીતે કર્ણાટકની ત્રણેય બેઠકો પેટાચુંટણીમાં જીતી કોંગ્રેસે ભાજપ-જેડીએસ ગઠબંધનને આંચકો આપ્યો છે. પૂર્વ વડાપ્રધાન દેવગૌડાનો પૌત્ર નિખિલ કુમારસ્વામીે ત્રીજીવાર ચુંટણીમાં હારી ગયો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement