દિલ્હી એમસીડીની ચૂંટણીમાં ભાજપનો હાથ ઉપર, આપની આબરૂ જળવાઈ, કોંગ્રેસને સંજીવની
દિલ્હી એમસીડી ચૂંટણીની 12 બોર્ડની પેટા ચૂંટણીમાં પરિણામો આજે જાહેર થયા હતાં. મતગણતરીના અંતે ભાજપને 7, આપને 3, કોંગ્રેસ તથા અપક્ષને એક એક બેઠક મળી છે. અગાઉની સ્થિતિની તુલનાએ ભ્જપને બે બેઠકોનો ફટકો પડયો છે, જ્યારે કોંગ્રેસને ખાતું ખુલતા સંજીવની મળી છે. સૌથી ચોંકાવનારુ પરિણામ ચાંદની મહલ વોર્ડનું છે. આ બેઠક પર ભાજપ અને આપ બન્નેને હારનો સામનો કરવો પડયો છે. જ્યારે ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોકના મોહમ્મદ ઈમરાનનું 4692 મતથી વિજય થયો હતો. કોંગ્રેસને સંગમ વિહારની બેઠક પરથી સફળતા મળી હતી.
આ બાર બેઠકોની પેટા ચૂંટણીનું મતદાન સોમવારે થયું હતું અને કુલ 51 ઉમેદવારો મેદાનમાં હતાં. આ ચૂંટણીને દિલ્હીમાં ભાજપની રેખા ગુપ્તા સરકાર માટે લીટમસ ટેસ્ટ માનવામાં આવતો હતો. પરિણામો દર્શાવે છે કે ભાજપનો હાથ ઉપર રહ્યો છે પરંતુ તેણે કેટલું સમર્થન ગુમાવ્યું છે. આપ એ તેની તાકાત જાળવી રાખી છે.