For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ત્રણ રાજ્યોમાં ભાજપ કરશે તોડફોડ

06:34 PM Feb 17, 2024 IST | Bhumika
ત્રણ રાજ્યોમાં ભાજપ કરશે તોડફોડ

આ મહિનાના છેલ્લા સપ્તાહમાં, 15 રાજ્યોમાંથી 56 રાજ્યસભા બેઠકો માટેની ચૂંટણીમાં વધારાના ઉમેદવારોએ ચૂંટણી જંગને રસપ્રદ બનાવ્યો છે. ભાજપે ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને કર્ણાટકમાં તેના સહયોગી જેડીએસમાં વધારાના ઉમેદવારો ઉભા કરીને સ્પર્ધાને રસપ્રદ બનાવી છે. આ પૈકી, ઉત્તર પ્રદેશમાં સપા અને કર્ણાટકમાં કોંગ્રેસ તેમના ત્રીજા ઉમેદવારને ચૂંટવામાં એક વોટ ઓછા પડી રહ્યા છે. આવી સ્થિતિમાં બીજેપીને આશા છે કે તેને સેક્ધડ પ્રેફરન્સ વોટનો ફાયદો મળશે. વિવિધ રાજ્યોમાં પક્ષોની સંખ્યાત્મક તાકાત વિશે વાત કરીએ તો, આ 56માંથી 53 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાશે તે નિશ્ચિત છે. ત્રણ રાજ્યોમાં વધારાના ઉમેદવારો ઊભા હોવાથી તેમના ભાવિનો નિર્ણય 27 ફેબ્રુઆરીએ યોજાનાર મતદાનમાં થશે.

Advertisement

યુપીમાં 10 સીટો પર ચૂંટણી થઈ રહી છે. અહીં, ઉમેદવારને જીતવા માટે 37 મતોની જરૂૂર છે. આ મુજબ, ગઉઅ-ની આગેવાની હેઠળના ભાજપ પાસે સાત ઉમેદવારોને જીતવા માટે જરૂૂરી મતોની સંખ્યા કરતા 29 વધુ મત છે, પરંતુ તે આઠમા ઉમેદવારને જીતવા માટે જરૂૂરી સંખ્યા કરતા 8 ઓછા છે. સપા અને કોંગ્રેસના મળીને 110 સભ્યો છે, જ્યારે ત્રીજા ઉમેદવારને જીતાડવા માટે સપાને 111 વોટની જરૂૂર છે.

હિમાચલની એકમાત્ર બેઠક માટે કોંગ્રેસ પાસે વધારાના આઠ મત છે. આમ છતાં ભાજપે પૂર્વ સીએમ વીરભદ્રના નજીકના હર્ષ મહાજનને મેદાનમાં ઉતાર્યા છે. પાર્ટીના વ્યૂહરચનાકારો માને છે કે એક સમયે કોંગ્રેસમાં ઊંડા મૂળ ધરાવતા મહાજન કોંગ્રેસના ઉમેદવાર અભિષેક મનુ સિંઘવી સામે પક્ષના ધારાસભ્યોના એક વર્ગને ભેગા કરી શકે છે.

Advertisement

કર્ણાટકમાં પણ યુપી જેવી સ્થિતિ છે, કોંગ્રેસ જ્યાં ચૂંટણી યોજાવાની છે તે રાજ્યની ચાર બેઠકો પર ત્રીજા ઉમેદવારને જીત અપાવવા માટે એક વોટ ઓછા છે. અહીં બીજેપી અને જેડીએસે મળીને વોક્કાલિંગા સમુદાયના કુપેન્દ્રસ્વામીને ચોથી સીટ માટે મેદાનમાં ઉતાર્યા છે.અહીં પણ પાર્ટી કોંગ્રેસના ત્રીજા ઉમેદવારને ફર્સ્ટ પ્રેફરન્સ વોટના આધારે ચૂંટણી જીતતા અટકાવવાનો પ્રયાસ કરી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement