For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મહારાષ્ટ્રમાં ભાજપ 55થી 65 બેઠકમાં સમેટાઈ જશે, સરવેનું ચોંકાવનારું તારણ

05:07 PM Aug 01, 2024 IST | Bhumika
મહારાષ્ટ્રમાં ભાજપ 55થી 65 બેઠકમાં સમેટાઈ જશે  સરવેનું ચોંકાવનારું તારણ
Advertisement

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ વચ્ચે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ભારતીય જનતા પાર્ટીને રાજ્યમાં મોટા નુકસાનની ચિંતા સતાવી રહી છે. જોકે આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં નથી આવ્યું. તાજેતરમાં જ પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીમાં પણ ભાજપની બેઠકોમાં ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત એવી પણ અટકળો લગાવવામાં આવી રહી છે RSS (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) ભાજપ સાથે અજીત પવારના ગઠબંધનથી ખુશ નથી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે મુખ્યમંત્રી એકનાથ શિંદેને ભાજપની મદદથી સત્તામાં પાછા ફરવાનો વિશ્વાસ છે. જોકે એક અહેવાલ પ્રમાણે ભાજપ પોતાના પ્રદર્શનથી ચિંતિત નજર આવી રહી છે. અહેવાલ પ્રમાણે ભાજપ દ્વારા કરાવવામાં આવેલ આંતરિક સર્વે સંકેત આપી રહ્યો છે કે પાર્ટી 288 વિધાનસભા બેઠકોમાંથી માત્ર 55 થી 65 બેઠકો પર જ જીત હાંસલ કરી શકશે. જોકે 2014માં આંકડો 122 અને 2019માં 105 હતો. બીજી તરફ મહાયુતીમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો વિસ્તાર પણ તુટી રહ્યો છે. તાજેતરમાં જ પિમ્પરી ચિંચવાડ પ્રમુખ અજીત ગવ્હાણે સહિત અનેક નેતાઓએ ગઈઙને અલવિદા કહી દીધું હતું.

Advertisement

અહેવાલ પ્રમાણે RSS ભાજપ અને અજીત પવારના ગઠબંધનના પક્ષમાં નથી. આ અગાઉ પણ ઓર્ગેનાઇઝરમાં લોકસભા ચૂંટણીમાં ભાજપના ખરા પ્રદર્શનનું કારણ અજીત પવારને ગણાવ્યા હતા. તાજેતરમાં જ મરાઠી મેગેઝીનમાં પણ આ પ્રકારની વાત કહેવામાં આવી હતી.

છજજનુ માનવું છે કે, અજીત પવાર સાથે ગઠબંધનના નિર્ણયના કારણે ભાજપની છબીને નુકસાન પહોંચ્યું છે. માહિતી એવી પણ મળી રહી છે કે RSS અને ભાજપના કેટલાક કાર્યકર્તાઓ પણ અલગ-થલગ અનુભવી રહ્યાં છે અને કામ કરવાનો ઈનકાર કરી રહ્યા છે. અહેવાલ પ્રમાણે તેમણે ભાજપને સંદેશ પહોંચાડી દીધો છે કે અજીત પવારની NCPસાથે ગઠબંધન સમાપ્ત કરી દેવું જોઈએ.

શિવસેના (ઞઇઝ) ચીફ ઉદ્ધવ ઠાકરેએ બુધવારે એલાન કરી દીધું હતું કે રાજનીતિમાં મારા અથવા ડેપ્યુટી સીએમ દેવેન્દ્રમાંથી કોઈ એક જ બચશે. ઠાકરેએ ભારતીય જનતા પાર્ટીના નેતા પર તેમને અને તેમના દીકરાને જેલમાં મોકલવાનું ષડયંત્ર રચવાનો પણ આરોપ લગાવ્યો છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મહારાષ્ટ્રમાં આવીને ભાજપ માટે વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરવાનો પડકાર ફેંક્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement