For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાજપ 158, શિવસેના (શિંદે) 70 અને NCP 50 બેઠકો લડશે

04:44 PM Oct 16, 2024 IST | admin
ભાજપ 158  શિવસેના  શિંદે  70 અને ncp 50 બેઠકો લડશે

મહારાષ્ટ્રમાં ધારાસભાની ચૂંટણી જાહેર થતા જ ગઈઙની બેઠક વહેંચણી ફાઇનલ

Advertisement

ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 માટે તારીખોની જાહેરાત કરી દીધી જે મુજબ રાજ્યમાં 20 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે અને પરિણામો 23મી નવેમ્બરે જાહેર કરાશે.

આ વચ્ચે સમાચાર મળી રહ્યા છે કે, ગઉઅ માં બેઠકોની વહેંચણી પર સહમતિ જલદી થઈ ગઈ છે.મળતી માહિતી અનુસાર, 90 ટકા સીટોનું વિતરણ સંપૂર્ણ થઈ ચૂક્યું છે. 288 બેઠકોમાંથી ભાજપ 158, શિવસેના (શિંદે જૂથ) 70, અને ગઈઙ (અજીત પવાર જૂથ) 50 બેઠકો પર ચૂંટણી લડશે. આ રીતે, 278 બેઠકો પર ત્રણેય પક્ષો વચ્ચે સમજૂતી થઈ છે.

Advertisement

ભાજપે 100થી વધુ સીટો માટે ઉમેદવારોની યાદી ફાઇનલ કરી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની કોર ગ્રુપ બેઠકમાં અંતિમ નિર્ણય લેવામાં આવ્યો હતો.મંગળવારે ઈઊઈ ની બેઠકમાં ઙખ મોદીએ પણ ભાગ લીધો હતો. ભારતિય જનતા પાર્ટી આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ માટે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી શકે છે.

લોકસભા ચૂંટણીમાં પ્રદર્શનના આધારે મહાયુતિમાં સીટ વહેંચણી થઈ છે. ભાજપ 158 સીટો પર, શિવસેના 70, અને એનસીપી 50 સીટો પર ચૂંટણી લડશે. 2019ના વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 164 સીટો પર ચૂંટણી લડી અને 105 સીટો જીતી હતી, તે હવે 160 સીટો પર ચૂંટણી લડવાનું વિચારી રહ્યું છે.

મહાયુતિમાં સીટોની વહેંચણી લોકસભા ચૂંટણીમાં પ્રદર્શનના આધારે કરવામાં આવી છે. આવી સ્થિતિમાં ભાજપ મહત્તમ સીટો એટલે કે 158 સીટો પર, શિવસેના 70 સીટો પર અને એનસીપી 50 સીટો પર ચૂંટણી લડશે.
લોકસભા ચૂંટણીમાં શિવસેનાએ 15 બેઠકો પર ચૂંટણી લડી હતી અને તેમાંથી 7 પર જીત મેળવી હતી અને ગઈઙ એ 4 બેઠકો પર ચૂંટણી લડી હતી પરંતુ માત્ર 1 બેઠક જીતવામાં સફળ રહી હતી. જ્યારે ભાજપે 28 બેઠકો પર ચૂંટણી લડી હતી અને માત્ર 9 બેઠકો જીતવામાં સફળ રહી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement