રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

હરિયાણામાં ભાજપ હેટ્રિક તરફ, કાશ્મીરમાં કોંગ્રેસ

11:10 AM Oct 08, 2024 IST | admin
Advertisement

હરિયાણામાં પ્રથમ રાઉન્ડમાં કોંગ્રેસ આગળ નીકળી ગયા બાદ ભાજપે સાઇડ કાપી

Advertisement

જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ-એન.સી. યુતિ 47 અને ભાજપ 28 બેઠક પર આગળ, અપક્ષો પણ જોરમાં

હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના આજે સવારથી પરિણામો આવવાનું શરૂ થયું છે.જેમાં હરિયાણામાં ભાજપ-કોંગ્રસે વચ્ચે ટી-20 જેવો દિલધડક મુકાબલો જોવા મળે છે. શરૂઆતના તબક્કા બાદ ભાજપ તરફી રાઉન્ડ ખુલતા જ ભાજપ ફરીવાર હરિયાણામાં સરકાર બનાવે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. જયારે જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ અને ફારૂક અબ્દુલ્લાની નેશનલ કોંગ્રેસને બહુમતી મળતી દેખાઇ રહી છે. બપોરે એક વાગ્યા સુધીમાં બન્ને રાજયોનું ચિત્ર સ્પષ્ટ થઇ જવાની ધારણા છે.

હરિયાણામાં પ્રારંભીક ટ્રેન્ડમાં કોંગ્રેસ આગળ જોવા મળતી હતી પરંતુ ગણતરીનાં માત્ર બે કલાકમાં જ ભાજપે પણ સ્પીડ પકડતા બન્ને વચ્ચે કસોકસની લડાઇ જેવી સ્થિતિ જોવા મળે છે. હરિયાણાની 90 બેઠકમાં બહુમતી માટે 46 બેઠક જરૂરી છે. તેમાં પ્રથમ તબક્કાની મતગણતરીમાં કોંગગેસ 65 બેઠક ઉપર આગળ હતી. પરંતુ બે કલાક બાદ સવારે દસ વાગ્યે બે રાઉન્ડની ગણતરી બાદ ભાજપ-કોંગ્રેસ બન્ને 42-42 બેઠક સાથે લગોલગ ટ્રેન્ડ કરતા હતા. જયારે છ બેઠકો ઉપર અન્ય પક્ષોના ઉમેદવારો આગળ હતા.

મુખ્યમંત્રી નાયબસિંહ સૈની લાડવા બેઠક પર, જીલાણામાં વિનેશ ફોગાટ અને હિસારથી સાવિત્રી જિંદાલ આગળ ચાલી રહ્યા હતા.જયારે જમ્મુ-કાશ્મીરની 90 વિધાનસભા બેઠકો પર સવારે 8 વાગ્યે મતગણતરી શરૂૂ થઈ ગઈ છે. વલણોમાં, નેશનલ કોન્ફરન્સ (એનસી) અને કોંગ્રેસ ગઠબંધન 46 બેઠકો સાથે બહુમતીના આંકને સ્પર્શી ગયું છે. ભાજપ 22 બેઠકો પર આગળ છે, પીડીપી 5 પર, અપક્ષો અને નાના પક્ષો 12 બેઠકો પર આગળ છે. બહુમતીનો આંકડો 46 છે. મહેબુબા મુફતીની પીડીપીનો સફાયો થઇ જાય તેવો વર્તારો છે.

નૌશેરામાંથી બીજેપી પ્રમુખ અને કાશ્મીરી પંડિત રવિન્દર રૈના પાછળ છે. ત્યાં ગઈના સુરિન્દર કુમાર ચૌધરી આગળ છે. તો જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા બડગામ અને ગાંદરબલ સીટ પરથી મેદાનમાં છે. તેઓ બંને બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. અહીંથી પીડીપીના ઉમેદવારો ઉમરથી પાછળ છે.

જમ્મુ-કાશ્મીરમાં 18 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી 3 તબક્કામાં 63.88% મતદાન થયું હતું. 10 વર્ષ પહેલા યોજાયેલી છેલ્લી ચૂંટણીમાં એટલે કે 2014માં 65% મતદાન થયું હતું, એટલે કે આ વખતે 1.12% ઓછું મતદાન થયું હતું. નેશનલ કોન્ફરન્સ, કોંગ્રેસ, બીજેપી અને પીડીપી ઉપરાંત નાની પાર્ટીઓ હરીફાઈમાં છે.

5 ઓક્ટોબરે યોજાયેલા એક્ઝિટ પોલમાં પાંચ સર્વે એજન્સીઓએ નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસને બહુમતી આપી હતી. અને 5 એક્ઝિટ પોલે ત્રિશંકુ વિધાનસભાની આગાહી કરી છે. એટલે કે કોઈપણ પક્ષને સંપૂર્ણ બહુમતી નહીં મળે. આવી સ્થિતિમાં નાના પક્ષો અને અપક્ષ ધારાસભ્યો કિંગમેકર બની રહેશે.

બન્ને રાજ્યોમાં કોને કેટલી સીટ ?

જમ્મુ-કાશ્મીર
પક્ષ સીટ
ભાજપ 28
કોંગ્રેસ 47
PDP 04
અન્ય 11
કુલ 90

હરિયાણા
પક્ષ સીટ
ભાજપ 47
કોંગ્રેસ 35
INLD 01
અન્ય 07
કુલ 90

Tags :
BJPhariyanaannewsindiaindia newsjammukashmirKashmir
Advertisement
Next Article
Advertisement