યુપીમાં મુસ્લિમ મતદારોને આકર્ષવા ભાજપ મૌલાના-ધાર્મિક નેતાઓને શરણે
લખનૌમાં ભાજપ લઘુમતી મોરચાની બેઠક યોજાઇ
ભારતીય જનતા પાર્ટી ઉત્તર પ્રદેશમાં 10 વિધાનસભા સીટો પર પ્રસ્તાવિત પેટાચૂંટણીને લઈને નવી રણનીતિ બનાવી રહી છે. ભાજપ સદસ્યતા અભિયાન દ્વારા મુસ્લિમોમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહી છે. 10 બેઠકો પરની પેટાચૂંટણી અને 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ પણ મુસ્લિમ પ્રભુત્વવાળી બેઠકો પર પોતાની સ્થિતિ મજબૂત કરવામાં વ્યસ્ત છે.
લખનઉમાં ઉત્તર પ્રદેશ ભાજપ લઘુમતી મોરચા રાજ્ય સ્તરીય સદસ્યતા અભિયાનની વર્કશોપ ગાંધી ભવન શહીદ સ્મારક કૈસરબાગ ખાતે બપોરે 3 વાગ્યે આયોજિત કરવામાં આવ્યો હતો જેમા યુપી ભાજપના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી, મુખ્તાર અબ્બાસ નકવી, યુપીના ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠક, યુપી સરકારના મંત્રી સ્વતંત્ર દેવ, યુપી સરકારના મંત્રી દાનિશ આઝાદ સામેલ થશે. યુપી લઘુમતી મોરચાના પ્રદેશ અધ્યક્ષ કુંવર બાસિત અલી પણ હાજર રહેશે.
વર્કશોપ માટે યુપીના તમામ જિલ્લાઓમાંથી લઘુમતી મોરચાના અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા. યુપીમાં યોજાનારી પેટાચૂંટણી માટે મુસ્લિમ બહુમતી વિધાનસભા સીટ માટે સદસ્યતા અભિયાનનો રોડમેપ પણ બનાવવામાં આવશે. સૂચિત પેટાચૂંટણીમાં બીજેપીનું ફોકસ પણ સિસમાઈ બેઠક પર છે.
સીએમ યોગી આદિત્યનાથ પોતે મુસ્લિમ બહુમતીવાળી સીટ જીતવા પ્રયાસ કરી રહ્યા છે.ભાજપ 2 સપ્ટેમ્બરથી તેનું સભ્યપદ અભિયાન શરૂૂ કરશે, જેનું નેતૃત્વ કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રીઓ તેમજ સરપંચથી લઈને સાંસદ સુધીના તમામ જનપ્રતિનિધિઓ કરશે. સદસ્યતા અભિયાનને ભાજપના નવા પ્રમુખની ચૂંટણી પહેલા પાર્ટીના આંતરિક સર્વેની શરૂૂઆત તરીકે પણ જોવામાં આવી રહ્યું છે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સદસ્યતા રિન્યૂ કરીને અભિયાનની શરૂૂઆત કરશે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને સદસ્યતા અભિયાનના વડા વિનોદ તાવડેએ લોકોને મોટા પાયે પાર્ટીમાં જોડાવા અપીલ કરી હતી.