ભાજપે 195 ઉમેદવારોની પહેલી યાદી કરી જાહેર, જાણો PM મોદી ક્યાંથી લડશે ચુંટણી
આગામી લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને, ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે (2 માર્ચ, 2024) ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી હતી. આ પ્રથમ યાદીમાં કુલ 195 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.આ યાદીમાં 34 મંત્રીઓને પણ ટિકિટ આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વારાણસીથી ચૂંટણી લડશે. ભાજપે પીએમ મોદીને વારાણસીથી ત્રીજી વખત મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. 34 કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્ય મંત્રીઓને પણ ટિકિટ આપવામાં આવી છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત 34 કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્ય મંત્રીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત પહેલી યાદીમાં લોકસભા સ્પીકર અને બે પૂર્વ મુખ્યમંત્રીઓના નામ પણ સામેલ કરવામાં આવ્યા છે. ભાજપે પણ પ્રથમ યાદીમાં 28 મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે. સાથે જ 47 યુવા ઉમેદવારોને પણ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.