રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

યેદિયુરપ્પા સરકારમાં 40,000 કરોડનાં કોવિડ કૌભાંડનો પર્દાફાસ કરવા ભાજપ ધારાસભ્યની ધમકી

05:40 PM Dec 28, 2023 IST | Bhumika
Advertisement

વિજયપુરાના અસંતુષ્ટ બીજેપી ધારાસભ્યએ કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બીએસ યેદિયુરપ્પા પર પ્રહારો કર્યા.એક બાદ એક રાજ્યમાં ભાજપમાં બળવાખોરી ચરમસીમાએ પહોંચી રહી છે. ખાસ કરીને દક્ષિણ ભારતમાં ભાજપના નેતાઓમાં અસંતોષની લાગણી વધુ જ ઉભરી રહી છે. આ સમયમાં ભાજપના જ એક ધારાસભ્યએ કહ્યું છે કે જો મને છંછેડશો તો બીજેપીની સરકારના કૌભાંડનો પર્દાફાશ કરી દઈશ.

Advertisement

અસંતુષ્ટ વિજયપુરાના બીજેપી ધારાસભ્ય બસનાગૌડા પાટીલ યતનાલે ફરીથી કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બીએસ યેદિયુરપ્પા પર પ્રહારો કર્યા અને તેમના પર રાજ્યમાં કોવિડ-19 મેનેજમેન્ટમાં રૂૂ. 40,000 કરોડના મોટા ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. યતનાલે કહ્યું, કર્ણાટકની ભાજપ સરકારે કોવિડ-19 મહામારી દરમિયાન મોટાપાયે ભ્રષ્ટાચાર કર્યો છે. તેઓ મને નોટિસ આપશે અને મને પાર્ટીમાંથી હાંકી કાઢવાનો પ્રયાસ કરશે હું તેમને ખુલ્લા પાડીશ. યત્નાલે યેદિયુરપ્પા અને તેમના પરિવાર સામે, ખાસ કરીને તેમના બીજા પુત્ર બી.વાય વિજયેન્દ્ર વિરૂૂદ્ધ શાબ્દિક હુમલો શરૂૂ કર્યો છે.

ધારાસભ્યએ કહ્યું કે, એક માસ્ક જેની કિંમત 45 રૂૂપિયા છે, યેદિયુરપ્પા તમને યાદ છે કોવિડ દરમિયાન તમારી સરકારે તેના પર કેટલો ખર્ચ કર્યો હતો ? સરકારે દરેક માસ્ક 485 રૂૂપિયાની કિંમતે ખરીદ્યા હતા. ભાજપના ધારાસભ્યએ વિજયપુરામાં કહ્યું કે, ભાજપ સરકારે બેંગલુરુમાં 10,000 બેડની વ્યવસ્થા કરી છે. આ બેડ ભાડે લેવામાં આવ્યા હતા અને રોજનું રૂૂ.20,000 ભાડું સરકાર દ્વારા ચૂકવાતું હતુ. સીધી વાત છે જો આ બેડ નવા ખરીદવામાં આવ્યા હોતને તો આ એક બેડની ભાડાની કિંમતમાં જ સેલાઈન સ્ટેન્ડવાળા બે બેડ ખરીદી શકાયા હોત.

Tags :
BJP MLA threatindiaindia newsYeddyurappa government
Advertisement
Next Article
Advertisement