ભાજપ નેતાના પુત્રએ ભારતીયોને રશિયન સેનામાં ધકેલ્યા
- મધ્યપ્રદેશના ધાર નગરપાલિકાના ભાજપ કાઉન્સિલર અનિતા મુકુટના પુત્ર સુયશેે સ્ટુડન્ટ વિઝા પર 180 લોકોને રશિયા મોકલ્યાનો ધડાકો
ભારતીય જનતા પાર્ટી કાઉન્સિલરનો પુત્ર કથિત રીતે ભારતીયોને રશિયન સેનામાં ધકેલવા માટે વિદ્યાર્થી વિઝાના દુરુપયોગ સાથે સંબંધિત કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (ઈઇઈં)ના રડાર હેઠળ આવ્યો છે. અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, મધ્યપ્રદેશના ધારની કાઉન્સિલર અનિતા મુકુટનો પુત્ર સુયશ મુકુટ આ કેસમાં મુખ્ય આરોપી છે.જો કે હાલમાં આ મામલે ન તો સુયશ મુકુટની ટિપ્પણી આવી છે કે ન તો તેની માતાનું નિવેદન આવ્યું છે.
સૂત્રોને ટાંકીને, વધુમાં કહેવામાં આવ્યું હતું કે મુકુટ પરિવાર મૂળ ઈન્દોરનો છે અને હાલમાં તેઓ ધારમાં રહે છે, જ્યાં સુયશના પિતા રમાકાંત મુકુટ સ્થાનિક હોસ્પિટલમાં જનરલ ફિઝિશિયન તરીકે કામ કરે છે.યોગાનુયોગ જ્યારે મુકુટ પરિવારના સોશિયલ મીડિયા એકાઉન્ટની મુલાકાત લેવામાં આવી ત્યારે તે લોકોના ઘણા ફોટા જોવા મળ્યા, જેમાં પરિવારના સભ્યો ભાજપના નેતાઓ સાથે જોવા મળ્યા હતા.
સુયશ મુકુટના ડ હેન્ડલ પરના બાયોમાં લખવામાં આવ્યું છે કે તે છઅજ ઓવરસીઝ સર્વિસીસના અધ્યક્ષ અને સ્થાપક છે. તે ભારતીય વિદ્યાર્થીઓને રશિયામાં બેચલર ઑફ મેડિસિન, બેચલર ઑફ સર્જરી મેડિકલ અભ્યાસમાં પ્રવેશ મેળવવામાં મદદ કરે છે.
ભારતની સૌથી મોટી તપાસ સીબીઆઈએ કહ્યું હતું કે તેણે એક નેટવર્ક શોધી કાઢ્યું છે જે લોકોને નોકરીના બહાને રશિયા લઈ જાય છે અને ત્યાં (યુક્રેન સામેના યુદ્ધમાં) સેના વતી લડવા માટે દળો આપે છે. આ નેટવર્ક દેશના ઘણા રાજ્યોમાં ફેલાયેલું છે, જ્યારે ઘણા લોકો તેમાં ફસાયા હોવાની આશંકા હતી.સુયશ મુકુટના 24ડ7 આરએએસ ઓવરસીઝ ફાઉન્ડેશન પર 180 લોકોને રશિયા મોકલવાનો આરોપ છે, જેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ વિઝા પર મોકલવામાં આવ્યા હતા. સીબીઆઈ એફઆઈઆર મુજબ, એજન્ટોએ ભારતીયોને છેતર્યા કે તેઓ તેમને રશિયન યુનિવર્સિટીમાં પ્રવેશ અપાવશે. સૂત્રોએ એવી પણ માહિતી આપી હતી કે એમ્બેસી સ્ટાફની ભૂમિકા પણ તપાસ હેઠળ છે.