For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હરિયાણામાં ભાજપના નેતા સસ્પેન્ડ

11:35 AM Sep 30, 2024 IST | Bhumika
હરિયાણામાં ભાજપના નેતા સસ્પેન્ડ
Advertisement

પક્ષ સામે બળવો કરનારાઓની ચૂંટણી પહેલાં સાફસૂફી

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઘણા બળવાખોરો સ્વતંત્ર રીતે ચૂંટણી લડી રહ્યા છે. આવી સ્થિતિમાં ભાજપે બળવાખોરો સામે કાર્યવાહી કરી છે. ભાજપે પક્ષ વિરુદ્ધ ચૂંટણી લડી રહેલા આઠ કાર્યકરોને હાંકી કાઢ્યા છે. આમાં રણજીત સિંહ ચૌટાલાનું નામ પણ સામેલ છે. દરેકને છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.
છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવેલ નેતાઓમાં લાડવાથી સંદીપ ગર્ગ, અંસાદથી જીલેરામ શર્મા, ગન્નૌરથી દેવેન્દ્ર કાદ્યાન, સફીડોથી બચ્ચન સિંહ આર્ય, રાનિયાથી રણજીત સિંહ ચૌટાલા, મેહમથી રાધા અહલાવત, ગુરુગ્રામથી નવીન ગોયલ અને હાથિનથી કેહર સિંહ રાવતનો સમાવેશ થાય છે. આ તમામ નેતાઓ સામે પક્ષ સામે બળવો કરવા અને પક્ષના ઉમેદવારો સામે ચૂંટણી લડવા બદલ અનુશાસનહીન કાર્યવાહી કરવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement