For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાજપના નેતાની ગોળી મારી હત્યા, બદમાશો ઘટનાને અંજામ આપ્યા બાદ ફરાર, જુઓ CCTV

11:08 AM Sep 09, 2024 IST | Bhumika
ભાજપના નેતાની ગોળી મારી હત્યા  બદમાશો ઘટનાને અંજામ આપ્યા બાદ ફરાર  જુઓ cctv
Advertisement

પટનામાં આજે (09 સપ્ટેમ્બર) વહેલી સવારે ભાજપના એક નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના પટના શહેરના મંગલ તાલાબ પાસે મનોજ કમલિયા ગેટ પર બની હતી. વહેલી સવારે ફાયરીંગથી રાજધાની પટના હચમચી ઉઠયું હતું. મૃતકની ઓળખ બીજેપી નેતા શ્યામ સુંદર ઉર્ફે મુન્ના શર્મા તરીકે થઈ છે. આ ઘટના આજે સવારે 4 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. શ્યામ સુંદર મનોજ કમલિયા ગેટ પાસે પહોંચ્યો હતો ત્યારે ગુનેગારોએ તેને ગોળી મારી દીધી હતી. શ્યામ સુંદર ભાજપ તરફથી પટના સિટી ચોકના ભૂતપૂર્વ મ્યુનિસિપલ બોર્ડ પ્રમુખ હતા.

આ મામલામાં ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારીએ જણાવ્યું કે સવારે 6 વાગે માહિતી મળી કે મુન્ના શર્મા નામના વ્યક્તિની ગુનેગારોએ હત્યા કરી નાખી છે. તેના પરિવારના સભ્યો તેને હોસ્પિટલ લઈ ગયા પરંતુ તેનું મોત નીપજ્યું. ઘટના સ્થળની આસપાસના સીસીટીવીની તપાસ કરવામાં આવી રહી છે. સંશોધન કરવામાં આવી રહ્યું છે. બનાવ અંગે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement

આ ઘટના અંગે મૃતકના મિત્ર શ્યામ સુંદર ઉર્ફે મુન્ના શર્માએ જણાવ્યું કે તે ખૂબ જ વ્યવહારુ અને લડાયક વ્યક્તિ હતાં. તેઓ ભાજપના પટણા સિટી ચોકના ભૂતપૂર્વ નગરપાલિકા પ્રમુખ હતા. અમે રોજ મંગલ તાલબ આવીએ છીએ અને મોર્નિંગ વોક કરીએ છીએ. સવારે જ્યારે અમે આવ્યા ત્યારે અમને ખબર પડી કે તેની હત્યા કરવામાં આવી છે. તેણે કહ્યું કે અમે લગાવેલા કેમેરામાંથી વીડિયો જોયો છે. એવું જાણવા મળ્યું છે કે તે (મુન્ના શર્મા) મંદિરના દર્શન કર્યા પછી બહાર આવ્યા હતાં અને કોઈની સાથે વાત કરી રહ્યા હતાં. આ દરમિયાન એક બાઇક પર બે શખ્સો આવ્યા હતા અને તેમના ગળામાંથી ચેઇન ઝૂંટવી, મોબાઇલ ફોન આંચકી લીધો હતો અને માથામાં ગોળી મારીને ભાગી ગયા હતા.

આ ઘટના લૂંટના ઈરાદે કરવામાં આવી છે કે પછી કોઈ કાવતરું છે તે તપાસનો વિષય છે. માહિતી અનુસાર મુન્ના શર્માના ઘરે કોઈ કાર્યક્રમ ચાલી રહ્યો હતો. સોમવારે સવારે પરિજનોને છોડવા તે રોડ પર આવ્યા હતા. તેમના ગળામાં સોનાની ચેઇન હતી. બદમાશોએ તે ઝૂંટવી લેવા પ્રયાસ કર્યો. આ દરમિયાન ઝપાઝપી થતાં બદમાશોએ તેમને ગોળી ધરબી દીધી હતી. ગોળી માથામાં વાગવાને કારણે તે મૃત્યુ પામી ગયા.

Advertisement
Tags :
Advertisement
Advertisement