ભાજપ-જેડીએસના સંબંધો વણસ્યા, પદયાત્રામાં જોડાવા ઇન્કારથી દોડધામ
ભાજપના દિગ્ગજ નેતાઓ એચ ડી કુમારસ્વામીને મનાવવા કર્ણાટક પહોંચ્યા
કર્ણાટકમાં એનડીએના સહયોગી જનતા દળ (સેક્યુલર)ના એચડી કુમારસ્વામી બીજેપીથી નારાજ ચાલી રહ્યા છે. તેમનો મૂડ એટલો ખરાબ છે કે તેમણે બીજેપીની પદયાત્રામાં જોડાવાનો જ નહીં પણ સમર્થન કરવાનો પણ ઇનકાર કરી દીધો છે.
ભારતીય જનતા પાર્ટીની સરકાર આ વખતે ઘણી પાર્ટીઓ પર નિર્ભર છે, જેમાંથી એક જનતા દળ (સેક્યુલર) પણ છે. બીજેપીથી નારાજ થનારી પહેલી પાર્ટી જેડીએસ બની ગઈ.તેમને મનાવવા માટે બીજેપીના મોટા-મોટા દિગ્ગજ નેતાઓ કર્ણાટક પહોંચી ગયા. સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી, બીજેપીના મહાસચિવ રાધા મોહન દાસ અને બીજેપી અધ્યક્ષ બી વાય વિજેન્દ્ર કુમાર સ્વામી કુમારસ્વામીને મળવા પહોંચ્યા.
એચડી કુમારસ્વામી એટલા નારાજ ચાલી રહ્યા છે કે અમિત શાહને પણ આ મામલામાં હસ્તક્ષેપ કરવો પડ્યો. તેમણે બીજેપી અધ્યક્ષ બી વાય વિજેન્દ્ર કુમાર સ્વામીને દિલ્હી જઈને કુમારસ્વામીને મળીને ક્ધફ્યુઝન દૂર કરવા માટે કહ્યું.
આ મુલાકાત તરત જ બાદ એક બીજી તસવીર સામે આવી, જેમાં એચડી કુમાર સ્વામી, રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ કુમાર સ્વામીના પિતા એચડી દેવગૌડાને કર્ણાટક રેલ પ્રોજેક્ટ માટે મળવા પહોંચ્યા. આનાથી જણાય છે કે તેઓ બીજેપીથી નારાજ નથી ચાલી રહ્યા પરંતુ તેમણે તો બસ કર્ણાટક બીજેપીને એટલું કહ્યું હતું કે તેઓ પદયાત્રામાં જોડાશે નહીં અને ના જ પદયાત્રાનું સમર્થન કરશે.
ખરેખર, કર્ણાટક સીએમ સિદ્ધારમૈયા અને તેમની પત્ની પર કૌભાંડનો આરોપ લાગ્યો છે અને આ જ કારણે બીજેપી કર્ણાટકમાં પદયાત્રા કાઢી રહી છે. એવું નથી કે કુમાર સ્વામી પદયાત્રાથી નારાજ છે. તેમની નારાજગી આ વાતથી છે કે તેમને પૂછ્યા વગર પદયાત્રાનો પ્લાન બની ગયો. કુમારસ્વામી આ વાતથી પણ નારાજ છે કે બીજેપીએ આ પદયાત્રાની જવાબદારી બીજેપી નેતા પ્રીતમ ગૌડાને સોંપી. પ્રીતમ ગૌડા એ જ વ્યક્તિ છે, જેમણે કુમાર સ્વામીના ભત્રીજા અને પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાના સેક્સ સ્કેન્ડલને વાયરલ કરીને પરિવારનું નામ ખરાબ કર્યું.
બીજેપીના નેતાઓ અલગ-અલગ મુદ્દાઓને લઈને કુમાર સ્વામીને મળી લીધા, પરંતુ આ મુલાકાતો બાદ એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે કુમારસ્વામી બીજેપીની પદયાત્રામાં જોડાશે કે નહીં. તે પદયાત્રાને સમર્થન આપશે કે નહીં.