For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પૂર્વ-પશ્ચિમમાં ભાજપ, દક્ષિણમાં ઇન્ડિયાની કલીન સ્વીપ

11:33 AM Mar 13, 2024 IST | Bhumika
પૂર્વ પશ્ચિમમાં ભાજપ  દક્ષિણમાં ઇન્ડિયાની કલીન સ્વીપ
  • એબીપી-સી વોટરના ઓપિનિયન પોલ મુજબ રાજસ્થાન, હિમાચલ, ઉત્તરાખંડ, ગુજરાતમાં કોંગ્રેસના સુપડાં સાફ: તામિલનાડુ-કેરળમાં ભાજપ ઝીરો

લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા સી વોટરે એબીપી ન્યૂઝ માટે દેશનો સૌથી મોટો ઓપિનિયન પોલ કરાવ્યો છે. આ અંતર્ગત દેશની 543 લોકસભા સીટો પર સર્વે કરવામાં આવ્યો છે. સર્વે મુજબ જમ્મુ- કાશ્મીરમાં ભાજપને 42 ટકા વોટ સાથે બે કોંગ્રેસ ગઠબંધનને 44 ટકા વોટ સાથે ત્રણ અને પીડીપીને 7 ટકા વોટ છતાં એકપણ બેઠક નહીં મળવા અનુમાન છે.ઓપિનિયન પોલમાં ભાજપને લદ્દાખમાં 44 ટકા, કોંગ્રેસને 41 ટકા અને અન્યને 15 ટકા વોટ મળવાની અને આ બેઠક ભાજપ લઇ જાય તેવી શકયતા છે.સર્વે અનુસાર ભાજપ ઉત્તરાખંડની તમામ પાંચ સીટો પર જીત નોંધાવી શકે છે. સર્વે મુજબ આ રાજ્યમાં પણ કોંગ્રેસ ખાતું ખોલાવી શકશે નહીં. આ રાજયમાં ભાજપને 63 અને કોંગ્રેસને 35 ટકા મત મળવા ધારણા છે.

Advertisement

ઓપિનિયન પોલમાં ભાજપ હિમાચલ પ્રદેશની તમામ 4 સીટો પર જીત નોંધાવી શકે છે. રાજ્યમાં કોંગ્રેસ સત્તામાં હોવા છતાં હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસને ચારમાંથી એક પણ બેઠક ન મળે તેવી શક્યતા છે. એટલું જ નહીં આ પહાડી રાજયમાં ભાજપ 66 ટકા જેટલા મત મેળવે તેવી શકયતા છે. સામા પક્ષે કોંગ્રેસને 33 ટકા મતથી સંતોષ માનવો પડશે.

રાજસ્થાનમાં વોટ શેરની વાત કરીએ તો સર્વે મુજબ ભારતીય જનતા પાર્ટીને 64 ટકા વોટ મળવાની સંભાવના છે જ્યારે કોંગ્રેસને રાજ્યમાં 39 ટકા વોટ મળવાની સંભાવના છે. ગત લોકસભા ચૂંટણીમાં પણ ભાજપે રાજસ્થાનની તમામ 25 બેઠકો જીતી હતી. ગયા વર્ષે યોજાયેલી રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપે જંગી જીત નોંધાવી હતી. આ વખતે પણ રાજયની તમામ બેઠકો પર કેસરીયો લહેરાવાની પુરી સંભાવના છે.

Advertisement

સર્વે અનુસાર, હરિયાણામાં ભાજપને સૌથી વધુ 52 ટકા વોટ મળી શકે છે, કોંગ્રેસ ગઠબંધન (યુપીએ)ને 38 ટકા વોટ મળી શકે છે, ઈન્ડિયન નેશનલ લોકદળને 2 ટકા વોટ અને અન્યને 8 ટકા વોટ મળી શકે છે. રાજયની કુલ 10માંથી ભાજપને 8 અને કોંગ્રેસને બે બેઠકો મળવાની શકયતા છે.

કેરળમાં લોકસભાની કુલ 20 બેઠકો છે. અહીં કોંગ્રેસ ગઠબંધન (યુપીએ) તમામ 20 બેઠકો જીતી શકે છે. સર્વે અનુસાર દક્ષિણ ભારતના રાજ્ય કેરળમાં પણ ભાજપનું ખાતું ખૂલતું નથી. રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ રાજયમાં ભાજપનું ખાતું ભલે ખુલતું દેખાતું ન હોય, તેને 20 ટકાનો નોંધપાત્ર વોટશેર મળવાની શકયતા છે. કોંગ્રેસને 45 અને ડોબરતી મોરચા- અન્યોને 31 ટકા મત મળી શકે છે.ઓપિનિયન પોલ અનુસાર, કોંગ્રેસ ગઠબંધન દક્ષિણના રાજ્ય તમિલનાડુમાં એકતરફી જીત નોંધાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. સર્વે અનુસાર કોંગ્રેસ ગઠબંધન (યુપીએ) તમિલનાડુમાં તમામ 39 બેઠકો જીતી શકે છે.

તમિલનાડુમાં કોંગ્રેસ ગઠબંધન (યુપીએ)ને 55 ટકા, ભાજપ ગઠબંધન (એનડીએ)ને 11 ટકા, અઈંઅઉખઊંને 28 ટકા અને અન્યને 6 ટકા મત મળવાની સંભાવના છે.
સી વોટર ઓપિનિયન પોલ મુજબ ગુજરાતમાં પણ ભાજપ તમામ સીટો જીતી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. સર્વે અનુસાર ભાજપ અહીં કુલ 26 સીટો પર જીત નોંધાવી શકે છે. અહીં કોંગ્રેસ એક પણ સીટ જીતી શકતી નથી. ભાજપને 64 ટકા સામે કોંગ્રેસ ગઠબંધનને 35 ટકા મત મળવાની ધારણા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement