For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પશુપતિ પારસને ઠેંગો બતાવી ભાજપે પ્રાદેશિક પક્ષોની ઔકાત બતાવી છે

01:18 PM Mar 20, 2024 IST | Bhumika
પશુપતિ પારસને ઠેંગો બતાવી ભાજપે પ્રાદેશિક પક્ષોની ઔકાત બતાવી છે

રાજકારણમાં ક્યારેક એવી ઘટનાઓ બનતી હોય છે કે તેમને કોમેડી કહેવી કે ટ્રેજેડી કહેવી એ ખબર જ ના પડે. બિહારમાં ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ દ્વારા લોકસભાની 40 બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા જાહેર કરવામાં આવી તેમાં કેન્દ્રીય પ્રધાન પશુપતિનાથ પારસ સાથે એવું જ થઈ ગયું. એનડીએના નેતાઓ દ્વારા કરાયેલી જાહેરાત પ્રમાણે, બિહારની 40 લોકસભા બેઠકોમાંથી ભાજપ 17 બેઠકો પર અને જેડીયુ 16 બેઠકો પર ચૂંટણી લડશે જ્યારે ચિરાગ પાસવાનની પાર્ટી એલજેપી (આર)ને પાંચ બેઠક આપવામાં આવી છે.

Advertisement

જીતન રામ માંઝીની પાર્ટી હિંદુસ્તાની અવામ મોરચા (હમ)ને એક અને ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી આરએલએમને પણ એક-એક બેઠક અપાઈ છે પણ ચિરાગના કાકા પશુપતિ પારસની રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીને એક પણ બેઠક આપવામાં આવી નથી. એનડીએના નેતાઓ દ્વારા બેઠકોની વહેંચણી અંગેની જાહેરાત કરવા બોલાવાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પણ પશુપતિ પારસના પક્ષો કોઈ નેતા હાજર નહોતો એ જોતાં પશુપતિ પારસનું પત્તુ કપાઈ ગયું છે એવું કહી શકાય.

પશુપતિનાથ પારસ કેન્દ્રની મોદી સરકારમાં પ્રધાન છે અને ચિરાગ પાસવાન ભાજપનો સાથ છોડીને જતા રહ્યા ત્યારે પણ પશુપતિ ભાજપ સાથે જ રહેલા. આ સંજોગોમાં ભાજપે ચિરાગ પાસવાન અને પશુપતિ વચ્ચે પસંદગી કરવાની આવે તો ભાજપ પશુપતિની પસંદગી કરશે એવું મનાતું હતું પણ પશુપતિ પારસનો પોપટ થઈ ગયો. ભાજપે પશુપતિ પારસનું પત્તું સાવ કાપી નાંખ્યું અને ચિરાગ પાસવાનને લીલા તોરણે પોંખીને પાંચ બેઠકો પણ આપી દીધી. પશુપતિ પારસની રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીના લોકસભામાં પાંચ સાંસદ છે જ્યારે ચિરાગની પાર્ટીમાં ચિરાગ એકલો છે છતાં ભાજપે ચિરાગને મહત્ત્વ આપ્યું.

Advertisement

ભાજપે પશુપતિ પારસને બદલે ચિરાગ પાસવાન પર કળશ ઢોળ્યો એ માટે પાસવાન વોટબેન્ક પર ચિરાગની પકડ કાકા પશુપતિ પારસ કરતાં વધારે હોવાનું કારણ જવાબદાર મનાય છે. આ ઉપરાંત ભૂતકાળમાં ચિરાગે નીતીશ કુમારને કદ પ્રમાણે વેતરવામાં કરેલી મદદને પણ કારણભૂત માનવામાં આવે છે. ભાજપે ચિરાગને ગમે તે કારણે સાચવ્યો પણ આ જોડાણે ચિરાગ પણ તેના બાપાની જેમ સાવ નાક વિનાનો છે એ સાબિત કરી દીધું છેં.

Advertisement
Tags :
Advertisement
Advertisement