ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સલમાન મુક્તિધામ મુકામ પર આવી માફી માગે તો બિશ્નોઈ સમાજ માફ કરશે

12:43 PM Oct 17, 2024 IST | Bhumika
Advertisement

બોલિવૂડ અભિનેતા સલમાન ખાન અને બિશ્નોઈ ગેંગ વચ્ચેનો વિવાદ ફરી એકવાર ચર્ચામાં છે. મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને ગઈઙ નેતા બાબા સિદ્દીકીની હત્યાથી ફરી એકવાર આ મામલો ગરમાયો છે. હવે બિશ્નોઈ સમાજ તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે સલમાન ખાનને માફ કરી દેવામાં આવશે, પરંતુ તેના માટે ભાઈજાને એક કામ કરવું પડશે.

Advertisement

એક વાતચીતમાં અખિલ ભારતીય બિશ્નોઈ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ દેવેન્દ્ર બુડિયાએ કહ્યું હતું કે, પજો સલમાન ખાન પોતાનો ગુનો કબૂલે અને જાહેરમાં માફી માંગે તો બિશ્નોઈ સમાજ તેમને માફ કરવા માટે તૈયાર છે. દેવેન્દ્ર બુરિયાએ કહ્યું હતું કે, જ્યારે તેઓ મુક્તિધામ મુકામ ખાતે આવીને માફી માંગશે ત્યારે જ તેમની માફી સ્વીકારવામાં આવશે. મુક્તિધામ મુકામ બિશ્નોઈ સમુદાય માટે એક પવિત્ર સ્થળ માનવામાં આવે છે.

દેવેન્દ્ર બુડિયાએ કહ્યું હતું કે, અમારો એક મોટો સિદ્ધાંત છે, જે ગુરુ જંભેશ્વેરજી દ્વારા આપવામાં આવ્યો છે. અમારો આ સિદ્ધાંત છે કે જો કોઈ સાચા મનથી માફી માંગે તો તેમને માફ કરી શકાય છે. જો સલમાન ખાન તેમની ભૂલ સ્વીકારે છે, તો બિશ્નોઈ સમાજ તેમને માફ કરી શકે છે.

Tags :
Bishnoi gangindiaindia newssalman khan
Advertisement
Next Article
Advertisement