ડોલીની ‘ચા’ નો સ્વાદ માણવા નાગપુર પહોંચ્યા બિલ ગેટસ
04:47 PM Feb 29, 2024 IST
|
Bhumika
Advertisement
માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ હાલમાં ભારતના પ્રવાસે છે. ભારતની મુલાકાત દરમિયાન તેમણે એક વીડિયો શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ખરેખર બિલ ગેટ્સ સોશિયલ મીડિયા પર ફેમસ પડોલી ચાયવાલાથની પાસે ચા પીવા પહોંચ્યા હતા.
Advertisement
બિલ ગેટ્સે સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ ચાની મજા માણતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં બિલ ગેટ્સ કહી રહ્યા છે કે એક ચા પ્લીઝ. આ પછી ડોલી તેમને ચા બનાવીને પીવડાવતો જવા મળી રહ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદથી જ વાયરલ થઈ રહ્યો છે.
બિલ ગેટ્સ જ્યારે ચાનો આર્ડર આપે છે, ત્યારે ડોલી ચાવાળો ચા બનાવવાનું શરૂૂ કરે છે. બિલ ગેટ્સ ત્યાં ઉભા રહીને ડોલીને પોતાની સ્ટાઈલમાં ચા બનાવતા જોઈ રહ્યા છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે તમને ભારતમાં દરેક જગ્યાએ કંઈક નવું જોવા મળશે.