ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ચાલુ મતદાને ‘બિહારવાળી’: ઉપમુખ્યમંત્રીની કાર પર હુમલો, ઉમેદવારો પીટાયા, વીજળી કાપી EVM બંધ

06:22 PM Nov 06, 2025 IST | admin
Advertisement

બૂથ કેપ્ચરિંગના આક્ષેપથી લઇ મતદારોને અટકાવવા સુધીની ઢગલાબંધ ફરિયાદો, અનેક જગ્યાએ મતદારયાદીમાંથી નામ ગાયબ થઇ જતા લોકો આગબબુલા

Advertisement

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે 18 જિલ્લાની 121 બેઠકો પર મતદાન થયું હતું. બપોરે 1 વાગ્યા સુધીમાં 42.31% વોટિંગ નોંધાયું હતું. આ તબક્કાની 121 બેઠકોમાંથી 104 પર સીધો મુકાબલો છે, જ્યારે 17 બેઠકો પર ત્રિકોણીય લડાઈ જોવા મળી રહી છે. મતદાન વચ્ચે અનેક હિંસક અને તણાવપૂર્ણ ઘટનાઓ સામે આવી છે:

લખીસરાય વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિન્હાના કાફલાને લોકોએ ઘેરી લીધો હતો. લોકોએ તેમના વાહન પર ગોબર-ચપ્પલ અને પથ્થર ફેંક્યા હતા અને મુર્દાબાદના નારા લગાવીને તેમને આગળ વધતા અટકાવ્યા હતા. ગુસ્સે ભરાયેલા ડેપ્યુટી સીએમએ આને આરજેડીના ગુંડાઓનું કૃત્ય ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, એનડીએ જીતી રહ્યું છે, તેથી તેમને તકલીફ થઈ રહી છે. આ બધાની છાતી પર બુલડોઝર ચાલશે.

તો બીજી તરફ છપરાની માંઝી વિધાનસભા બેઠક પરથી સીપીએમ ઉમેદવાર અને નિ50ખ.( ધારાસભ્ય ડો. સત્યેન્દ્ર યાદવની ગાડી પર પણ હુમલો થયો છે. સારણ જિલ્લાના જેતપુર ગામના બૂથ સંખ્યા 41, 42, 43 અને 44 પર કેટલાક લોકોએ તેમની સાથે મારામારી કરી અને તેમની ગાડીને નુકસાન પહોંચાડ્યું હતું.

મનેરથી આરજેડીના ઉમેદવાર ભાઈ વીરેન્દ્રએ આઈડી કાર્ડ માંગવા બદલ દરોગાને ધમકાવતા કહ્યું કે, અહીં જ આગ લગાવી દઈશ.સ્ત્રસ્ત્ર તેમનો દાવો છે કે વહીવટીતંત્રને મતદાર ઓળખ કાર્ડ ચકાસવાનો અધિકાર કોણે આપ્યો? તો પટણામાં ઓક્સિજન પાઇપ લગાવીને એક વૃદ્ધ મહિલા મત આપવા પહોંચી હતી, પરંતુ મતદાર યાદીમાં તેમનું નામ ન હોવાથી તેઓ નારાજ થઈને ચૂંટણી આયોગની ઓફિસે પહોંચ્યા હતા.

રાજદએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરીને વિવિધ બૂથો પર જાણી જોઈને ધીમી વોટિંગ અને વીજળી કાપવાના ગંભીર આરોપો મૂક્યા છે અને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે. જોકે, ચૂંટણી પંચે આ આરોપોને સંપૂર્ણપણે નિરાધાર અને ભ્રામક ગણાવ્યા છે. આયોગે સ્પષ્ટ કર્યું છે કે બિહારમાં તમામ મતદાન કેન્દ્રો પર સુચારુરૂૂપે મતદાન ચાલી રહ્યું છે અને પ્રક્રિયાને નિષ્પક્ષ, પારદર્શી અને નિર્બાધ બનાવવા માટે તમામ પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે.

નેતાજી ભેંસ પર સવારી કરી મત દેવા પહોંચ્યા
બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં 121 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે. ઘણા રસપ્રદ ફોટા અને વીડિયો સામે આવી રહ્યા છે, ત્યારે વૈશાલી જિલ્લાના ભગવાનપુર બ્લોકની એક તસવીરે બધાનું ધ્યાન ખેંચ્યું છે. સ્થાનિક નેતા કેદાર પ્રસાદ યાદવ કાર, બાઇક કે સાયકલ પર નહીં, પરંતુ ભેંસ પર બેસીને મતદાન મથક પર પહોંચ્યા હતા. વૈશાલી જિલ્લાના ભગવાનપુર બ્લોકના સૈદપુર ડુમરી પંચાયતમાં બૂથ નંબર 323 પર મતદાન કરવા માટે કેદાર યાદવ પહોંચ્યા હતા. તેમણે સમજાવ્યું કે ચૂંટણીના દિવસે આ વિસ્તારમાં વાહનો અને અન્ય વાહનો પર પ્રતિબંધ હતો. તેથી, તેઓ તેમની ભેંસ પર સવારી કરીને મતદાન મથક પર પહોંચ્યા. તેમણે હસીને કહ્યું, હવે બધા વાહનો અને ઘોડાઓ બંધ થઇ ગયા છે, તેથી હું મારી ભેંસ પર બેસીને મતદાન કરવા જઇશ. મારી શાળા બે કિલોમીટર દૂર છે, અને મતદાન મથક ત્યાં જ છે.

Tags :
Biharbihar electionbihar newsElectionindiaindia news
Advertisement
Next Article
Advertisement