દિલ્હીના મોડલ ટાઉનમાં મોટી દુર્ઘટના, બિલ્ડીંગ એકાએક થઇ ધરાશાયી, અનેક લોકો દટાયા હોવાની આશંકા
દિલ્હીના મોડલ ટાઉનમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. મહેન્દ્રુ એન્ક્લેવ વિસ્તારમાં એક બિલ્ડીંગ ધરાશાયી થતાં અરાજકતા સર્જાઈ હતી. હાલમાં અહીં ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે. દિલ્હી ફાયર સર્વિસને પણ અકસ્માતની જાણકારી આપવામાં આવી છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. હાલ ત્રણ લોકોને બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
બાકીના લોકોની શોધખોળ પણ ચાલુ છે. વાસ્તવમાં ચોમાસા દરમિયાન દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 2-3 દિવસમાં ભારે વરસાદને કારણે દિલ્હીના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે.
ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે અને ઘણી જગ્યાએ ટ્રાફિક જામના પણ દ્રશ્યો જોવા મળ્યા છે. દિલ્હી અને આસપાસના ઘણા વિસ્તારોમાં વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ છે. મળતી માહિતી મુજબ આ ઈમારત ખૂબ જ જર્જરિત હાલતમાં હતી. આ પહેલા પણ દેશના ઘણા રાજ્યોમાંથી આવા સમાચાર સામે આવ્યા છે જ્યાં અતિશય વરસાદને કારણે આવી જર્જરિત ઈમારતો ધરાશાયી થાય છે.