રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

છત્તીસગઢમાં નકસલીઓ વિરૂદ્ધ મોટું ઓપરેશન, 40 નકસલી ઠાર

11:03 AM Oct 05, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

છત્તીસગઢમાં ફરી એકવાર નક્સલીઓ વિરુદ્ધ પોલીસે નારાયણપુર-દંતેવાડા બોર્ડર પર મોટું ઓપરેશન હાથ ધર્યું છે, જેમાં અત્યાર સુધીમાં 40 નક્સલીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે.

નારાયણપુરના એસપી પ્રભાતકુમારના જણાવ્યાનુસાર નારાયણપુર અને દંતેવાડા જિલ્લાની બોર્ડર પર નક્સલીઓની ઉપસ્થિતિની જાણ થયા બાદ સુરક્ષાદળો નક્સલવિરોધી અભિયાન માટે રવાના થયા હતા. સુરક્ષાદળો તે જગ્યાએ પહોંચતાં નક્સલીઓએ ગોળીબાર શરૂૂ કરી દીધો હતો. ત્યાર બાદ જવાનોએ પણ વળતો ગોળીબાર કર્યો. થોડી થોડી વારે સામસામે ગોળીબાર થઇ રહ્યો છે. જોકે અથડામણમાં તમામ જવાનો સુરક્ષિત છે.

નારાયણપુર-દંતેવાડા બોર્ડર પર અબુઝમાડ વિસ્તારમાં જારી આ ઓપરેશનમાં નારાયણપુર અને દંતેવાડા જિલ્લાઓના જવાનો સંયુક્ત રીતે ભાગ લઇ રહ્યા છે. અથડામણની સાથોસાથ સમગ્ર વિસ્તારમાં જવાનોનું સર્ચ ઓપરેશન પણ જારી છે. માર્યા ગયેલા નક્સલીઓના શબ પણ કબજે કરી લેવાયા છે. સ્થળ પરથી એકે-47, એસએલઆર સહિત ઘણા ઓટોમેટિક હથિયારો પણ મળી આવ્યા હતા. નારાયણપુરના એસપી પ્રભાતકુમાર જવાનોના સંપર્કમાં છે. બસ્તરના આઇજી પી. સુંદરરાજ પણ સમગ્ર ઓપરેશન પર નજર રાખી રહ્યા છે.

આ વર્ષે અત્યાર સુધીમાં બસ્તર ક્ષેત્રમાં જુદીજુદી અથડામણોમાં સુરક્ષાદળોએ કુલ 171 નક્સલીઓને ઠાર કર્યા છે. આ ક્ષેત્રમાં દંતેવાડા અને નારાયણપુર સહિત સાત જિલ્લા સામેલ છે. થોડા દિવસ પહેલાં જ નારાયણપુર જિલ્લામાં અથડામણમાં 41 લાખ રૂૂપિયાના ઇનામી ત્રણ નક્સલી માર્યા ગયા હતા, જેમાં 25 લાખનો ઇનામી રૂૂપેશ પણ સામેલ હતો. તે નક્સલીઓની કંપની નંબર 10નું નેતૃત્વ કરતો હતો અને મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં સક્રિય હતો.

Tags :
ChhattisgarhChhattisgarh policeindiaindia newsnaxalites
Advertisement
Next Article
Advertisement