શેરબજારમાં ફરી મોટી નુકસાની,સેન્સેક્સ 406 પોઈન્ટ અને નિફ્ટી 0.56 ટકાના ઘટાડા સાથે
ટ્રેડિંગ સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર ઘટાડા સાથે રેડ ઝોનમાં ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 406 પોઈન્ટના ઘટાડા સાથે 80,600.56 પર ખુલ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.56 ટકાના ઘટાડા સાથે 24,612.10 પર ખુલ્યો.બજાર ખૂલતાંની સાથે એક્સિસ બેન્ક, ભારતી એરટેલ, ITC, ONGC, HCL ટેક નિફ્ટી પર તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે શ્રીરામ ફાઈનાન્સ, ઈન્ફોસિસ, મારુતિ સુઝુકી, બજાજ ઑટો, M&M ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
ગુરુવારનું બજાર
કારોબારી સપ્તાહના ચોથા દિવસે શેરબજાર લાલ નિશાનમાં બંધ થયું. BSE પર સેન્સેક્સ 494 પોઈન્ટના ઘટાડા સાથે 81,006.61 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.89 ટકાના ઘટાડા સાથે 24,750.10 પર બંધ થયો. લગભગ 1199 શેર વધ્યા, 2580 શેર ઘટ્યા અને 101 શેરમાં કોઈ ફેરફાર થયો ન હતો.નિફ્ટી પર ટ્રેડિંગ દરમિયાન ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, એલએન્ડટી, પાવર ગ્રીડ કોર્પ અને એસબીઆઈના શેર્સ ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે બજાજ ઓટો, શ્રીરામ ફાઇનાન્સ, હીરો મોટોકોર્પ, નેસ્લે અને M&Mના શેર ટોપ લુઝર્સની યાદીમાં સામેલ હતા.
ઈન્ફોર્મેશન ટેક્નોલોજી ઈન્ડેક્સ (1 ટકા સુધી) સિવાયના ક્ષેત્રોમાં, અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાલમાં ટ્રેડ થયા હતા, જ્યારે ઓટો, મીડિયા અને રિયલ્ટીમાં BSE મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1 ટકાથી વધુ ઘટ્યા હતા ઘટાડો થયો હતો.