શેરબજારમાં મોટો કડાકો: ખૂલતાં વેંત સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24800ની નીચે ગગડ્યો
ઈન્ટરનેશનલ માર્કેટના ટ્રેન્ડ પ્રમાણે ભારતીય શેરબજારો આજે ભારે ઘટાડા સાથે ખુલ્યું. BSE સેન્સેક્સ 708 પોઈન્ટના ઘટાડા સાથે 81158 ના સ્તર પર ખુલ્યો છે આ સાથે નિફ્ટી 221 પોઈન્ટ ઘટીને 24789 પર છે. પ્રી-ઓપનિંગમાં સેન્સેક્સ પરના તમામ શેર લાલ નિશાનમાં હતા.
આજે આંતરરાષ્ટ્રીય વલણ મુજબ બજારો નકારાત્મક ઝોનમાં ખુલ્યા હતા. બીએસઈ સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં 708 પોઈન્ટ ઘટીને 81,158.99 પોઈન્ટ પર ખુલ્યો હતો જ્યારે એનએસઈ નિફ્ટી 221 પોઈન્ટ ઘટીને 24,789 પોઈન્ટ પર ખુલ્યો હતો. જો કે, આ ઘટાડો વધુ ચાલુ રહ્યો હતો અને સવારના વેપારમાં નિફ્ટી 24,723.70 પોઈન્ટની નીચી સપાટીને સ્પર્શ્યો હતો. જ્યારે સેન્સેક્સ 80,995.70 પોઈન્ટની નીચી સપાટીએ ગયો હતો.
બજાર પર નજર કરીએ તો આજે બેન્ક નિફ્ટી ઇન્ડેક્સમાં પણ ભારે ઘટાડો થયો હતો. 10 વાગ્યા સુધીના સેશનમાં તે 312 પોઈન્ટ ઘટીને 51,250 પોઈન્ટની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. મોટા નુકસાનની વાત કરીએ તો મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ, આઈશર મોટર્સ જેવી કંપનીઓના શેર સામેલ છે. જ્યારે અપોલો હોસ્પિટલ, ડૉ. રેડ્ડીઝ લેબ, નેસ્લે, હિન્દુસ્તાન યુનિલિવર અને ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ જેવી કંપનીઓના શેર ગ્રીન ઝોનમાં છે. સેક્ટર કેટેગરીના હિસાબે માત્ર એફએમસીજીએ ફ્લેગ સેટ કર્યો છે, બાકીના નેગેટિવ ઝોનમાં છે.
અગાઉ ગુરુવારે ભારતીય શેરબજારના બેન્ચમાર્ક સૂચકાંકો નવી બંધ ઊંચાઈએ બંધ થયા હતા. સેન્સેક્સ 126.21 પોઈન્ટ અથવા 0.15 ટકા વધીને 81,867.55 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 50 59.75 પોઈન્ટ અથવા 0.24 ટકા વધીને 25,010.90 પર બંધ થયો હતો.