For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મુંબઈ ઈન્ડિયન્સની મોટી જાહેરાત..રોહિત શર્માની જગ્યાએ આ ગુજરાતી ખેલાડીને બનાવ્યો કેપ્ટન

06:21 PM Dec 15, 2023 IST | Bhumika
મુંબઈ ઈન્ડિયન્સની મોટી જાહેરાત  રોહિત શર્માની જગ્યાએ આ ગુજરાતી ખેલાડીને બનાવ્યો કેપ્ટન

Advertisement

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 પહેલા મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને ટીમનો કેપ્ટન બનાવ્યો છે. મુંબઈએ પંડ્યાને ગુજરાત ટાઇટન્સ સાથે ટ્રેડ કર્યો હતો. આ પહેલા ટીમની કપ્તાની રોહિત શર્મા સંભાળી રહ્યો હતો. રોહિત લાંબા સમય સુધી ટીમનો કેપ્ટન રહ્યો. તેમની હાજરીમાં મુંબઈએ પાંચ વખત ખિતાબ જીત્યો હતો. પરંતુ હવે રોહિતને કેપ્ટનશિપની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. પંડ્યાએ ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવ્યું છે.

રોહિત શર્મા મુંબઈનો સૌથી સફળ કેપ્ટન રહ્યો છે. તેમની કેપ્ટનશીપમાં ટીમ પાંચ વખત ચેમ્પિયન બની હતી. મુંબઈએ 2013, 2015, 2017, 2019 અને 2020માં ટાઈટલ જીત્યું હતું. IPLમાં રોહિતના વ્યક્તિગત પ્રદર્શન પર નજર કરીએ તો તે પણ શાનદાર રહ્યું છે. તેણે 243 મેચમાં 6211 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે એક સદી અને 42 અડધી સદી ફટકારી છે. રોહિતે એપ્રિલ 2008માં પોતાની કારકિર્દીની પ્રથમ IPL મેચ રમી હતી. રોહિતે ડેકર ચાર્જીસ તરફથી રમતા ડેબ્યુ કર્યું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement