રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સિક્કિમમાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી જતાં 4 જવાનના મોત

05:51 PM Sep 05, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

સિક્કિમમાં એક મોટા અકસ્માતની ઘટના સામે આવી છે. સિક્કિમમાં સેનાનું એક વાહન 300 ફૂટ ખીણમાં ખાબક્યું હતું. આ અકસ્માતમાં ચાર જવાનોના મોત થયાં છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે સેનાનું વાહન પશ્ચિમ બંગાળના પેડોંગથી સિક્કિમના પાક્યોંગ જિલ્લામાં સિલ્ક રૂટ પર જુલુક જઈ રહ્યું હતું. આ દરમિયાન વાહન રસ્તાથી 300 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું હતું. અકસ્માતની માહિતી મળતા જ સેનાના અધિકારીઓ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

ગયા વર્ષે પણ લદ્દાખમાં આવો જ એક દુ:ખદ અકસ્માત થયો હતો. ઓગસ્ટમાં ભારતીય સેનાના વાહનને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત લેહ નજીક ક્યારી ગામમાં થયો હતો. અહીં સેનાનું વાહન ખાડામાં પડી ગયું હતું. આ અકસ્માતમાં 9 જવાનોએ જીવ ગુમાવ્યો હતો. તેમાં એક JCO (જુનિયર કમિશન્ડ ઓફિસર) પણ હતા.

સેનાના કાફલામાં ત્રણ વાહનો સામેલ હતા. જે પૈકી એક વાહન અકસ્માતનો ભોગ બન્યો હતો. આ કાફલામાં 3 આર્મી ઓફિસર, 2 જેસીઓ અને 34 સૈનિકો હતા. 3 વાહનોના કાફલામાં 1 જીપ્સી, 1 ટ્રક અને 1 એમ્બ્યુલન્સનો સમાવેશ થાય છે. દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા રાજનાથ સિંહે કહ્યું હતું કે તેઓ કિલેહ પાસે દુર્ઘટનામાં સેનાના જવાનોના મોતથી દુખી છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના.

આ અકસ્માતના એક વર્ષ પહેલા એટલે કે 2022માં લદ્દાખના તુર્તુક સેક્ટરમાં એક ભયાનક અકસ્માત થયો હતો. શ્યોક નદીમાં તેમનું વાહન પડતાં 7 જવાનોએ જીવ ગુમાવ્યો હતો. ઘણા સૈનિકો ઘાયલ થયા હતા. સેનાના વાહનમાં 26 જવાનો હતા. વાહન પરતાપુરથી સબ-સેક્ટર હનીફ તરફ જઈ રહ્યું હતું. આ દરમિયાન સાત જવાનો નદીમાં પડી જવાથી મૃત્યુ પામ્યા હતા. રોડ પરથી વાહન સ્લીપ થવાને કારણે આ અકસ્માત થયો હતો.

Tags :
army vehicledeathindiaindia newsSikkimSikkim newssoldiers
Advertisement
Next Article
Advertisement