કાલે નીતિશકુમારની તાજપોશીના સાક્ષી બનશે ભૂપેન્દ્ર પટેલ-હર્ષ સંઘવી
બિહારના મુખ્યમંત્રી તરીકે આવતીકાલે 10મી વખત નીતીશકુમાર શપથ ગ્રહણ કરશે આ ઐતિહાસિક ક્ષણના ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવી પણ સાક્ષી બનશે. શપથવિધી સમારોહની મોટાભાગની તૈયારીઓ આટોપી લેવામાં આવી છે. બિહાર વિધાનસભાની ચુંટણીમાં ભાજપ પ્રેરિત એનડીએ ગઠબંધનની ઐતિહાસિક જીત થવા પામી છે. બિહારની 243 બેઠકોમાંથી 202 બેઠકો એનડીએ ગઠબંધનના ફાળે આવી છે. પટનાના ગાંધી મેદાન ખાતે આવતીકાલે નીતીશકુમારની શપથ વિધી યોજાશે.
બિહારના સી.એમ. તરીકે નીતીશકુમાર 10મી વખત શપથ લેશે. આ શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, ભાજપ અને એનડીએ શાસિત રાજયોના મુખ્યમંત્રીઓ એનડીએ ગઠબંધનના સાથી પક્ષોના દિગ્ગજ નેતાઓ પણ ઉ5સ્થિત રહેશે.
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવીને શપથ વિધી સમારોહમાં હાજર રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આવતીકાલે બન્ને બિહારમાં જશે અને નીતીશની તાજપોશીમાં હાજરી આપશે.