ભોજપુરી સ્ટાર પવન સિંહનું સિંદૂર ગીત રિલીઝ સાથે વાયરલ
યુટયુબમાં છઠ્ઠા નંબરે ટ્રેન્ડ કરી રહયું છે
ભોજપુરી સિનેમાના પાવર સ્ટાર એવા પવન સિંહ ના ગીતોને દર્શકોનો ભરપૂર પ્રેમ મળે છે. જ્યારે પવન સિંહ કોઈપણ ટ્રેન્ડિંગ સબ્જેક્ટ પર ગીત બનાવે છે, ત્યારે તે ફેન્સના સપોર્ટને લીધે ઝડપથી વાયરલ થઈ જાય છે. પવન સિંહનું ગીત સિંદૂર રિલીઝ થયું છે. આ ગીત રિલીઝ થતા જ ટશફિહ થઈ ગયું છે. આ લખાય છે ત્યાં સુધી આ ગીતને 4 લાખથી વધુ લોકોએ જોયું છે અને હાલમાં આ ગીત યુટ્યુબ પર 6ઠ્ઠા નંબરે ટ્રેન્ડ કરી રહ્યું છે.
પવન સિંહની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર સિંદૂર નામનું ગીત અપલોડ કરવામાં આવ્યું.
આ ગીતના શબ્દો છોટુ યાદવે લખ્યા છે અને સંગીત સરગમ આકાશે આપ્યું છે. આ ગીત પવન સિંહે ગાયું છે. ગીતમાં પવન સિંહે એક્ટિંગ પણ કરી છે. તેમની સાથે વિષ્ણુ સિંહ લાડુ પણ આ ગીતમાં દેખાય છે. ગીતની શરૂૂઆતમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને બતાવવામાં આવ્યો છે. આ પછી, પવન સિંહ પીએમ મોદીનું ભાષણ સાંભળતો હોય તેવું દ્રશ્ય આવે છે. આ ગીતની શરુઆતમાં પવન સિંહને ખૂબ જ દુ:ખી દર્શાવાય છે. ત્યારબાદ આ ગીતમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગીતમાં ઉદાસ દેખાતા પવન સિંહ સરકારને પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા વિનંતી કરે છે. છેલ્લે ગીતમાં પાવર સ્ટાર ભારતીય સેનાના વખાણ કરતો જોવા મળે છે .