For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભોજપુરી ફિલ્મો, કલાકારો અને ગીતો: અશ્ર્લીલતાનો ફાયદો ઉઠાવે છે ભાજપ

01:20 PM Mar 05, 2024 IST | admin
ભોજપુરી ફિલ્મો  કલાકારો અને ગીતો  અશ્ર્લીલતાનો ફાયદો ઉઠાવે છે ભાજપ

ભાજપમાંથી લોકસભા કે વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ માટે લોકો પડાપડી કરતા હોય છે ત્યારે ભોજપુરી ગાયક પવન સિંહે ભાજપની ટિકિટને નકારી દઈને આશ્ચર્ય સર્જ્યું છે. ભાજપે શનિવારે સાંજે 2024ની લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની યાદી જાહેર કરી તેમાં પવન સિંહને પશ્ચિમ બંગાળની આસનસોલ બેઠક પરથી ટિકિટ આપી હતી પણ ટિકિટ મળ્યાના 24 કલાકથી પણ ઓછા સમયમાં પનનસિંહે આસનસોલ લોકસભા સીટ પરથી ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો. પવનસિંહે સોશિયલ મીડિયા પર ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરીને ભાજપનો આભાર માનીને ચેપ્ટર જ પૂરું કરી નાંખ્યું. ભાજપને આ વાતની ખબર પહેલેથી હશે કે નહીં એ રામ જાણે પણ જે.પી. નડ્ડાએ પવનસિંહને તાત્કાલિક દિલ્હી બોલાવ્યા હતા એ જોતાં ભાજપે પવનસિંહને ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરવા દબાણ કર્યું હોવાની વાતો ચાલી રહી છે. પવનસિંહને ભાજપે ઉમેદવાર જાહેર કર્યા તેના પગલે તૃણમૂલ કોંગ્રેસ તૂટી પડેલી તેથી ડરીને ભાજપે સામેથી પવનસિંહને બેસી જવા ફરમાન કર્યું હોવાની વાત સાવ મોં-માથા વિનાની નથી જ કેમ કે પવનસિંહ ના બેઠા હોત તો આખી ચૂંટણી દરમિયાન તૃણમૂલ કોંગ્રેસને ભાજપ સામે પ્રચાર માટે એવો મુદ્દો મળી ગયો હોત કે જેના કારણે ભાજપની વાટ લાગી ગઈ હોત. પવનસિંહ ભોજપુરી ગીતોના કારણે બિહાર અને ઉત્તર પ્રદેશમાં લોકપ્રિય છે પણ તેની લોકપ્રિયતા સાથે દ્વિઅર્થી ગીતો જોડાયેલા છે. ભોજપુરીના મોટા ભાગના ગાયકો અને અભિનેતાઓની ફિલ્મોમાં દ્વિઅર્થી શબ્દો, ચેનચાળા, ગંદી હરકતો, હીરોઈનો દ્વારા ભરપૂર અંગપ્રદર્શન લાક્ષણિકતાઓ છે. ભોજપુરી ભાષાની ફિલ્મોનાં નામ પણ અશ્ર્લીલતાપ્રેરક અને ડબલ મીનિંગવાળાં હોય છે.
મનોજ તિંવારી, રવિ કિશન, પવનસિંહ, દિનેશલાલ યાદવ ઉર્ફે નિરહુઆ, ખેસારી લાલ વગેરે બધા ભોજપુરીમાં સ્ટાર મનાતા અભિનેતા અને ગાયકો અશ્ર્લીલતા વણાયેલી છે. મજાની વાત એ છે કે, આ પૈકી મનોજ તિંવારી, રવિ કિશન અને દિનેશલાલ યાદવ ઉર્ફે નિરહુઆ તો ભાજપના સાંસદ છે ને પવનસિંહને પણ ભાજપે ટિકિટ આપેલી. આ ભોજપુરી સ્ટાર ક્યા પ્રકારની સંસ્કૃતિ ફેલાવી રહ્યા છે એ આપણે જોઈએ જ છીએ.

Advertisement

આ ભોજપુરી સ્ટારને મોટા બનાવીને ભાજપ ક્યા પ્રકારની સંસ્કૃતિને પોષી રહ્યો છે તેની તેમને જ ખબર પણ આ હિંદુ સંસ્કૃતિ તો નથી જ. ભાજપના ભક્તોને પણ દીપિકા પદુકોણે કોઈ ફિલ્મમાં ભગવા રંગની બિકિની પહેરી લે તેમાં હિંદુ સંસ્કૃતિનું અપમાન થતું દેખાય છે પણ ભાજપના જ સાંસદ એવા આ ભોજપુરી સ્ટાર્સે ફેલાવેલી અશ્ર્લીલતા અને ગંદવાડ દેખાતો નથી. સોફ્ટ પોર્ન સ્ટાઈલના તેમનાં ગીતો સામે ભાજપના કોઈ હિંદુવાદી નેતાએ કે હિંદુવાદ સંગઠને વાંધો ઉઠાવ્યો હોય એવું હજુ લગી તો સાંભળ્યું નથી.ખેર, એ વલોપાતનો મતલબ નથી. ડબલ સ્ટાન્ડર્ડવાળા નેતા ને ડબલ સ્ટાન્ડર્ડવાળી પ્રજા હોય ત્યાં સંસ્કૃતિના નામે આવાજ ખેલ ચાલે છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement