For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભજનલાલ શર્મા બન્યાં રાજસ્થાનના નવા મુખ્યમંત્રી: દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાં ડેપ્યુટી, ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય

06:25 PM Dec 12, 2023 IST | Bhumika
ભજનલાલ શર્મા બન્યાં રાજસ્થાનના નવા મુખ્યમંત્રી  દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાં ડેપ્યુટી  ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય

Advertisement

રાજસ્થાનમાં મુખ્યમંત્રીના નામને લઈને સસ્પેન્સનો આખરે અંત આવ્યો છે. જયપુરમાં ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં ભજન લાલ શર્માના નામને મંજૂરી આપવામાં આવી છે. રાજસ્થાનમાં ચૂંટણી પરિણામોના નવ દિવસ બાદ સીએમનું નામ ફાઈનલ કરવામાં આવ્યું છે. ભજનલાલ શર્મા સાંગાનેરથી ધારાસભ્ય છે અને પહેલીવાર ધારાસભ્ય બન્યા બાદ હવે તેઓ રાજસ્થાનના મુખ્યમંત્રી બનશે.

ભજનલાલ શર્મા ભરતપુરનો રહેવાસી છે. બહારના હોવાનો આરોપ હોવા છતાં, તેઓ સાંગાનેરથી જંગી માર્જિનથી જીત્યા હતા. શર્માએ કોંગ્રેસના પુષ્પેન્દ્ર ભારદ્વાજને 48081 મતોથી હરાવ્યા હતા. ભજનલાલ શર્મા સંઘ અને સંગઠન બંનેના નજીકના ગણાય છે. ભજનલાલ શર્મા બ્રાહ્મણ સમુદાયમાંથી આવે છે. સીટીંગ ધારાસભ્ય અશોક લાહોટીની ટિકિટ કાપીને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. લાંબા સમયથી ભાજપ અને સંગઠનમાં કામ કર્યું છે. રાજસ્થાનમાં લગભગ 7 ટકા વસ્તી બ્રાહ્મણ છે. 56 વર્ષીય ભજનલાલ શર્મા સાંગાનેર વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે અને ભાજપના પ્રદેશ મહાસચિવ પણ છે.

Advertisement

રાજસ્થાનમાં સીએમના નામની જાહેરાતની સાથે જ બે ડેપ્યુટી સીએમના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. દિયા કુમારી અને પ્રેમચંદ્ર બૈરવાને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે, જ્યારે વાસુદેવ દેવનાની વિધાનસભાના અધ્યક્ષ હશે.ભાજપે દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાને રાજ્યના નાયબ મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કર્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement