ભગવંત માનની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
06:01 PM Sep 06, 2025 IST | Bhumika
પંજાબથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની તબિયત લથડતા આજે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિગતો મુજબ છેલ્લા બે દિવસથી તેઓ તબિયત ખરાબ હોવાને કારણે ઘરે આરામ કરી રહ્યા હતા અને દવાઓ પણ લઈ રહ્યા હતા, પરંતુ તબિયતમાં કોઈ ખાસ સુધારો ન થતા ડોક્ટરોની સલાહ પર તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
Advertisement
હોસ્પિટલના તબીબી બુલેટિન પ્રમાણે હાલમાં તેમની તબિયત સ્થિર છે અને જરૂૂરી સારવાર આપવામાં આવી રહી છે. સરકારી સૂત્રોએ જણાવ્યુ છે કે, ડોક્ટરોની નિગ્રણમાં મુખ્યમંત્રીએ થોડા દિવસ હોસ્પિટલમાં જ આરામ કરવો પડશે. સત્તાવાર કાર્યક્રમો અને મુલાકાતો હાલ સ્થગિત કરવામાં આવ્યા છે. આ સમાચાર સામે આવતા પંજાબના લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. સોશિયલ મીડિયા પર લોકો મુખ્યમંત્રીના તંદુરસ્તી માટે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
Advertisement
Advertisement