શેરબજારમાં ભાદરવે ભૂકંપ: સેન્સેક્સમાં 1308 અને નિફ્ટીમાં 382 પોઈન્ટનું ગાબડું
ગયા અઠવાડિયે શેરબજારમાં ભારે તેજી જોવા મળી હતી. પરંતુ હવે ભાદરવા મહિનાને પૂર્ણ થવાની તૈયારી છે ત્યારે જ સપ્ટેમ્બર મહિનાના છેલ્લા દિવસે બજારમાં જોરદાર કડાકો નોંધાયો છે. આજે સેન્સેક્સમાં 1297 પોઈન્ટ અને નિફ્ટીમાં 382 પોઈન્ટ સુધીનો ઘટાડો થયો હતો. શેરબજારમાં આજે લગભગ દરેક સેક્ટરમાં વેચવાલીનું જોર જોવા મળ્યું હતું.
આજે દિગ્ગજ સરકારી કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને ગયા વર્ષે જાહેર કરેલ રૂા. 22 હજાર કરોડના રાઈટ ઈસ્યુ કેન્સલ કરવાની માહિતી સેબીને આપી હતી. આ ઉપરાંત ઈઝરાયલ, લેબેનોન, ઈરાન વગેરે દેશોમાં ચાલી રહેલા યુદ્ધમાં છેલ્લા અઠવાડિયામાં ઈઝબુલ્લાહના લીડર સહિતના નેતાઓનો ખાતમો થયાને લીધે યુદ્ધ હજુ વણશે તેવી સંભાવનાઓને પગલે શેરબજારમાં પણ અસર વર્તાઈ હતી.
શુક્રવારે 85,571ના લેવલ પર બંધ થયેલ સેન્સેક્સ આજે 363 પોઈન્ટ ઘટીને 85,208 પર ખુલ્યો હતો. પરંતુ વધારે ઘટાડો ચાલુ રહેતા જ સેન્સેક્સ બપોરે 3:13 કલાકે 1308 પોઈન્ટ તુટીને 84,263ના તળિયે પહોંચી ગયો હતો. નિફ્ટીમાં પણ 26 હજારનું લેવલ આજે તુટી ગયું હતું. શુક્રવારે 26,178ના લેવલ પર બંધ થયેલ નિફ્ટી આજે બપોરે 3:15 વાગ્યે 382 પોઈન્ટ તુટીને 25,796 સુધી પહોંચી ગઈ હતી.
શેરબજારમાં શરૂૂઆતના ટ્રેડિંગ દરમિયાન BSEપર લિસ્ટેડ ટોપ-30 લાર્જ-કેપ કંપનીઓમાંથી 23 કંપનીઓના શેર લાલ નિશાન પર ટ્રેડ થઈ રહ્યા હતા. ICICIબેન્કનો શેર સૌથી વધુ ઘટ્યો હતો અને તે 1.80 ટકાના ઘટાડા સાથે 1283 રૂૂપિયા પર પહોંચ્યો હતો. આ સિવાય એક્સિસ બેન્કનો શેર 1.63 ટકા ઘટીને 1251.40 રૂૂપિયા પર આવ્યો હતો. મુકેશ અંબાણીની કંપની રિલાયન્સનો શેર પણ 1.81 ટકા ઘટીને 2997 રૂૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ટાટા મોટર્સનો શેર 1.20 ટકા ઘટીને 980 રૂૂપિયા થયો હતો.
BSEમિડકેપ 146.85 પોઈન્ટ ઘટીને 49,343ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. આ કેટેગરીમાં સૌથી વધુ ઘટેલા શેર વિશે વાત કરીએ તો ફોનિક્સ લિમિટેડનો શેર 5.93 ટકા ઘટીને 1773.05 રૂૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ સિવાય ભારતી હેક્સાકોમનો શેર 3.46 ટકા ઘટીને 1449.95 રૂૂપિયા પર આવ્યો હતો. ઇઇંઊક જવફયિ પણ ખરાબ રીતે ઘટ્યો અને 3.44 ટકા ઘટીને 277.75 રૂૂપિયા થયો જ્યારે મેક્સહેલ્થ સ્ટોક 2.48 ટકા ઘટીને 970.65 રૂૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો.
બીજી તરફ જો આપણે સ્મોલકેપ કેટેગરીમાં જોઈએ તો KamoPaints શેરમાં સપ્તાહના પ્રથમ દિવસે સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો અને બજાર ખુલતાની સાથે જ તે 20 ટકા ઘટીને 37.32 રૂૂપિયા થઈ ગયો હતો. આ ઉપરાંત RELTEDશેર પણ 4.99 ટકા ઘટીને 139.04 રૂૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો.