વધુ પડતા ટામેટા ખાવાના શોખીન સાવધાન! શરીરને થઈ શકે છે ગંભીર નુકસાન
શાક હોય કે સલાડ ટામેટા દરેક ભોજનનો સ્વાદ વધારે છે. તે જોવામાં પણ ખૂબ જ સુંદર છે. તેનો ઉપયોગ ભોજનમાં ગાર્નિશિંગ તરીકે પણ થાય છે. તમને દરેક સિઝનમાં બજારમાં સરળતાથી ટામેટાં મળી જશે. તેમાંથી સ્વાદિષ્ટ ચટણી પણ બનાવવામાં આવે છે. જે ભોજનનો સ્વાદ વધારે છે. તેમાં વિટામિન સી, ફાઈબર, કેલ્શિયમ જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે. જે સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે, પરંતુ શું તમે જાણો છો કે વધુ પડતા ટામેટાં ખાવાના ગેરફાયદા છે. જો તમે વધુ પડતા ટામેટાં ખાઓ છો તો તેનાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.
સાંધાનો દુખાવો
જે લોકોને સાંધાના દુખાવાની સમસ્યા હોય તેમણે વધુ માત્રામાં ટામેટાં ખાવાનું ટાળવું જોઈએ. તેઓ સોલેનાઇન નામના આલ્કલોઇડથી સમૃદ્ધ છે, જે સાંધામાં સોજો અને પીડા પેદા કરી શકે છે.
કિડની સ્ટોન
જો તમને કિડની સ્ટોનની સમસ્યા છે, તો પોટેશિયમ યુક્ત ખોરાક મર્યાદિત માત્રામાં લેવો જોઈએ. ટામેટા પોટેશિયમનો ભરપૂર સ્ત્રોત છે, જો તમે ટામેટાનું વધુ પડતું સેવન કરો છો તો તેનાથી કિડનીની સમસ્યા થઈ શકે છે. આવી સ્થિતિમાં, કિડની સ્ટોનના દર્દીઓએ ટામેટાં ખાતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
એસિડિટીની સમસ્યા
આજકાલ ખાવાની ખોટી આદતોને કારણે ગેસની સમસ્યા સામાન્ય બની રહી છે. આવી સ્થિતિમાં જો તમે વધુ પડતા ટામેટાં ખાઓ છો તો તમને હાર્ટબર્ન અને એસિડ રિફ્લક્સ જેવી સમસ્યા થઈ શકે છે. તેથી ખોરાકમાં ટામેટાંની માત્રા ઓછી રાખો.
એલર્જી અને ચેપ
કેટલાક લોકોને ટામેટાં ખાવાથી એલર્જી હોય છે. આવી સ્થિતિમાં, વધુ પડતા ટામેટાં ખાવાથી મોં, જીભ અને ચહેરા પર સોજો, ગળામાં ચેપ વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે.