સાવધાન, દેશમાં 22 બોગસ યુનિવર્સિટીઓ ધમધમે છે
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને (UGC) ભારતમાં કુલ 22 યુનિવર્સિટીને નકલી જાહેર કરી છે. એવામાં યુવાઓએ હવે એડમિશન લેતા વિચારવું પડશે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને (UGC) ભારતમાં કુલ 22 યુનિવર્સિટીને નકલી જાહેર કરી છે. કમિશને એક બિનમાન્યતા પ્રાપ્ત સંસ્થા પર પણ ચિંતા વ્યક્ત કરી છે, જે કાયદેસર એન્જિનિયરિંગ કોલેજ હોવાનો ખોટો દાવો કરે છે. નોંધનીય છે કે, આવી સંસ્થાઓની સૌથી વધુ સંખ્યા દિલ્હીમાં છે.
UGC એ 22 એવી સંસ્થાઓની યાદી બહાર પાડી છે, જે કાયદેસર યુનિવર્સિટી હોવાનો દાવો કરે છે અને પ્રવેશ આપે છે. જો કે, આ બધી યુનિવર્સિટી UGC ના ધોરણો વિરુદ્ધ કાર્ય કરે છે. ઉમેદવારોએ નોંધ લેવી જોઈએ કે, આ સંસ્થાઓમાંથી મેળવેલી કોઈપણ ડિગ્રી અમાન્ય છે. UGC ની રાજ્યવાર નકલી સંસ્થાઓની યાદી અનુસાર, દિલ્હીમાં આવી 10 યુનિવર્સિટીઓ છે. ઉત્તર પ્રદેશમાં ચાર છે, ત્યારબાદ આંધ્ર પ્રદેશ, કેરળ અને પશ્ચિમ બંગાળમાં બે-બે છે. આ સિવાય મહારાષ્ટ્ર અને પુડુચેરીમાં એક-એક છે.
મળતી માહિતી મુજબ, આંધ્ર પ્રદેશમાં બે સંસ્થાઓ નકલી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ક્રાઇસ્ટ ન્યૂ ટેસ્ટામેન્ટ ડીમ્ડ યુનિવર્સિટી, જે ગુંટુરમાં બે અલગ અલગ જગ્યાએ કાર્યરત હોવાનું જાણવા મળ્યું છે. બાઇબલ ઓપન યુનિવર્સિટી ઓફ ઈન્ડિયા, જે વિશાખાપટ્ટનમની ગૠઘ કોલોનીમાં આવેલ છે.
દિલ્હીમાં સૌથી વધુ નકલી યુનિવર્સિટીઓ છે. અહીં કુલ 10 સંસ્થાઓ છે કે, જે UGC દ્વારા માન્ય નથી. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એન્ડ ફિઝિકલ હેલ્થ સાયન્સિસ (A.I.I.P.H.S.. સ્ટેટ ગવર્મેન્ટ યુનિવર્સિટી), કોમર્શિયલ યુનિવર્સિટી લિમિટેડ, દરિયાગંજ, યુનાઈટેડ નેશન્સ યુનિવર્સિટી, વોકેશનલ યુનિવર્સિટી, ADR-Centric Juridical University, ADR House,, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, નવી દિલ્હી, વિશ્વકર્મા સ્વ-રોજગાર ઓપન યુનિવર્સિટી, અધ્યાત્મિક યુનિવર્સિટી, રોહિણી, વર્લ્ડ પીસ યુનાઇટેડ નેશન્સ યુનિવર્સિટી (WPUNU), પીતમપુરા, મેનેજમેન્ટ એન્ડ એન્જિનિયરિંગ સંસ્થા, કોટલા મુબારકપુર, આમાંની ઘણી સંસ્થાઓ તેમના નામમાં યુનિવર્સિટી, યુનાઇટેડ નેશન્સ, અથવા રાજ્ય સરકાર જેવા શબ્દોનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરે છે.કેરળમાં બે સંસ્થાઓ ઇન્ટરનેશનલ ઇસ્લામિક યુનિવર્સિટી ઓફ પ્રોફેટિક મેડિસિન (IIUPM), કોઝિકોડ સેન્ટ જોન્સ યુનિવર્સિટી, કિશનટ્ટમ, મહારાષ્ટ્રમાં માત્ર એક નકલી યુનિવર્સિટી ઓળખાઈ છે, રાજા અરબી યુનિવર્સિટી, જે નાગપુરમાં સ્થિત છે. પુડુચેરીમાં બોધી એકેડેમી ઓફ હાયર એજ્યુકેશનને UGC દ્વારા નકલી જાહેર કરવામાં આવી છે. તે વઝુતાવુર રોડના થિલાસ્પેટ પર સ્થિત છે અને ઉચ્ચ શિક્ષણના નામે બિનઅધિકૃત કોર્સ ઓફર કરી રહી હતી.ઉત્તર પ્રદેશમાં કુલ ચાર નકલી યુનિવર્સિટીઓની યાદી બનાવવામાં આવી છે.
જેમાં ગાંધી હિન્દી વિદ્યાપીઠ, પ્રયાગરાજ, નેતાજી સુભાષચંદ્ર બોઝ ઓપન યુનિવર્સિટી, અલીગઢ, ભારતીય શિક્ષા પરિષદ, લખનૌ, મહામાયા ટેકનિકલ યુનિવર્સિટી, નોઈડા, આ સંસ્થાઓ વિદ્યાર્થીઓને ડિગ્રી અને ડિપ્લોમા અભ્યાસક્રમો ઓફર કરે છે પરંતુ કોઈને પણ UGC દ્વારા અધિકૃત કરવામાં આવેલ નથી. પશ્ચિમ બંગાળમાં પણ બે નકલી સંસ્થાઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑલ્ટરનેટિવ મેડિસિન, કોલકાતા, ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑલ્ટરનેટિવ મેડિસિન એન્ડ રિસર્ચ, ઠાકુરપુકુર, કોલકાતા, વિદ્યાર્થીઓ માટે ચેતવણી આપી હતી.
UGC એ બધા વિદ્યાર્થીઓને ચેતવણી આપી છે કે, તેઓ ત્યાં પ્રવેશ લેતા પહેલા કોઈપણ યુનિવર્સિટી અથવા સંસ્થાની માન્યતા તપાસે. નકલી યુનિવર્સિટીમાંથી મેળવેલી ડિગ્રીનું કોઈ શૈક્ષણિક મૂલ્ય નથી.
