પાછળથી પસ્તાવા કરતા સાવધ રહેવું સારું: સેલેબી કેસમાં કોર્ટની ટિપ્પણી
તુર્કીની ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપનીની પરમીટ રદ કરવાનો મામલો
દિલ્હી હાઈકોર્ટે ટર્કિશ ગ્રાઉન્ડ હેન્ડલિંગ અને કાર્ગો સર્વિસ કંપની સેલેબી એરપોર્ટ સર્વિસીસ ઈન્ડિયાના પરમિટ લાઇસન્સ રદ કરવાના કેન્દ્રના નિર્ણયને પડકારતી અરજી પર તાત્કાલિક કોઈ આદેશ જારી કર્યો ન હતો. કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું, અફસોસ કરવા કરતાં સાવધ રહેવું વધુ સારું છે. હવે આ કેસની આગામી સુનાવણી 21 મેના રોજ થશે.
કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ રાષ્ટ્રીય સુરક્ષા ચિંતાઓ ઉઠાવી અને કહ્યું, ‘દુશ્મન દસ વાર પ્રયાસ કરી શકે છે અને એક વાર સફળ થઈ શકે છે; દેશે દરેક વખતે સફળ થવું જ જોઈએ.
તેમણે એમ પણ કહ્યું, નાગરિક ઉડ્ડયન અને રાષ્ટ્રીય સુરક્ષાના મામલામાં ગુણોત્તરનો કોઈ સિદ્ધાંત નથી.’
તુર્કીની કંપની કેલેબી તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ દલીલ કરી હતી કે કંપની છેલ્લા 17 વર્ષથી ભારતમાં કોઈપણ મુશ્કેલી વિના કાર્યરત છે અને પરમિટ મંજૂરી રદ કરતા પહેલા કોઈ સૂચના આપવામાં આવી ન હતી.
સોલિસિટર જનરલ મહેતાએ જણાવ્યું હતું કે કંપનીના કર્મચારીઓ, જે એરપોર્ટ પર તૈનાત છે, તેઓ એરપોર્ટના દરેક ભાગ અને વિમાન સુધી પહોંચી શકે છે. તેમણે કહ્યું, નસ્ત્રસરકાર પાસે માહિતી હતી કે આ પરિસ્થિતિમાં આ કંપનીને આ કામ સોંપવું જોખમી હશે.