બેંગાલુરુ: આરએસએસ નેતાના હત્યારાને દ.આફ્રિકાથી લવાયો
કેન્દ્રીય એજન્સીઓએ વિદેશની ધરતી પર મોટી સફળતા હાંસલ કરી છે. NIA દ્વારા મોસ્ટ વોન્ટેડ રૂૂપિયા 5 લાખની કિંમતનો પીએફઆઇ આતંકી વિદેશી ધરતી પર ઝડપાયો છે. આ સાથે આતંકીને ભારત મોકલી દેવામાં આવ્યો છે. આતંકવાદી પર 2016માં બેંગલુરુમાં આરએસએસ નેતાની નિર્દયતાથી હત્યા કરવાનો આરોપ હતો. આતંકીની ઓળખ મોહમ્મદ ગૌસ નયાજી તરીકે કરવામાં આવી છે. મોહમ્મદ ગૌસ નયાજીને દક્ષિણ આફ્રિકાથી દેશનિકાલ કરવામાં આવ્યો છે. વર્ષ 2016માં બેંગલુરુમાં છજજ નેતા રુદ્રેશની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. ગઈંઅ દ્વારા વોન્ટેડ મોહમ્મદ ગૌસ નયાજી આરએસએસના એક નેતાની હત્યા કરીને ભારતમાંથી ફરાર થઈ ગયો હતો અને વિદેશમાં અલગ-અલગ સ્થળોએ રહેતો હતો. NIA RSS નેતા રુદ્રેશની હત્યાની તપાસ કરી રહી છે. સાઉથ આફ્રિકામાં તેનું લોકેશન ગુજરાત એટીએસ દ્વારા સૌથી પહેલા ટ્રેક કરવામાં આવ્યું હતું અને ગુજરાત એટીએસ દ્વારા સેન્ટ્રલ એજન્સીને જાણ કરવામાં આવી હતી.ત્યારબાદ તે સાઉથ આફ્રિકામાં ઝડપાયો હતો. આ પછી શનિવારે ટીમ તેની સાથે મુંબઈ પહોંચી હતી.