રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બેંગાલુરૂ બ્લાસ્ટ: સીસીટીવી ફૂટેજથી આરોપી ઓળખાયો

11:35 AM Mar 02, 2024 IST | Bhumika
Advertisement

રામેશ્વરમ કાફેમાં ગઈ બપોરે બોમ્બ બ્લાસ્ટ કરનાર વ્યક્તિની ઓળખ થઈ ગઈ છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે કહ્યું કે, સીસીટીવી દ્વારા આરોપીની ઓળખ થઈ ગઈ છે. આરોપીની ઉંમર 28 થી 30 વર્ષની વચ્ચે છે. તેણે કાફેની અંદર ઉપકરણોથી ભરેલી બેગ રાખી હતી. બેગ મૂક્યાના થોડા સમય બાદ વિસ્ફોટ થયો અને લગભગ દસ લોકો ઘાયલ થયા., બેંગલુરુ પોલીસે આ કેસમાં એક વ્યક્તિની અટકાયત પણ કરી છે. તેની હાલમાં પુછપરછ થઈ રહી છે.

Advertisement

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ શુક્રવારે જ પુષ્ટિ કરી હતી કે વિસ્ફોટ ઈંઊઉ દ્વારા થયો હતો. આરોપી અગાઉ કેફેમાં ગયો હતો અને રવા ઈડલીની કૂપન લીધી હતી, પરંતુ તે ખાધા જમ્યા જ નીકળી ગયો હતો. આ સમય દરમિયાન તેણે તેની બેગ કેફેમાં જ છોડી દીધી હતી, તેણે જે બેગ છોડી હતી તેમાં કથિત રીતે આઈઈડી હતી.

રિપોર્ટ અનુસાર, પોલીસની અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે તે બેગ સિવાય કેફે પરિસરમાં ક્યાંય પણ ઈંઊઉ મળ્યો નથી. અહેવાલ મુજબ, સીએમનું કહેવું છે કે તે સ્પષ્ટ નથી કે તે આતંકવાદી ઘટના હતી કે નહીં. બાબતે તપાસ ચાલુ છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આ સંદર્ભમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (ઞઅઙઅ) અને વિસ્ફોટક પદાર્થ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ફોરેન્સિક એક્સપર્ટ્સ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડે પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં 9 લોકો ઘાયલ થયા હતાં.

આ બોમ્બ બ્લાસ્ટનો એક સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. થોડીક સેક્ધડના આ વીડિયોમાં વિસ્ફોટની ક્ષણ દેખાઈ રહી છે. વિસ્ફોટ બાદ લોકો ઘટનાસ્થળેથી ભાગતા જોવા મળી રહ્યા છે.

Tags :
BengaluruBengaluru blastBengaluru newsindiaindia news
Advertisement
Next Article
Advertisement