ભીખારીને રૂપાળી ગૃહીણી સાથે પ્રેમ થયા પછી ભગાડી ગયો: યુપીની ઘટના
ભીખારી સામે પ્રેમમાં પડવાનું તો દૂર કોઈ જોવાનું પણ પસંદ કરતું નથી પરંતુ ભીખારીના પણ ક્યારેક ચમકી જતાં હોય છે અને પૈસા સાથે રુપ પણ મળ્યું હતું. યુપીના હરદોઈમાં બનેલી એક હેરાનીભરી ઘટનામાં ભીખ માગતાં પ્રેમમાં પડ્યાં બાદ ભીખારી અને રુપાળી છોકરી ઘેરથી ભાગી ગયાં હતા. ભાગેલી યુવતીના પતિનો તો એવો પણ આરોપ છે કે તેની પત્ની અને ભીખારી વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા છે.
36 વર્ષીય મહિલા કથિત રીતે તેના પતિ અને છ બાળકોને છોડીને એક ભિખારી સાથે ભાગી ગઈ હતી આ પછી પતિ રાજુએ ભારતીય ન્યાય સંહિતાની કલમ 87 હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી છે જે મહિલાનું અપહરણ કરવા સંબંધિત છે. પોલીસે ગુનો નોંધી આર ોપીની શોધખોળ હાથ ધરી છે.ફરિયાદમાં 45 વર્ષીય રાજુએ જણાવ્યું છે કે તે હરદોઈના હરપાલપુર વિસ્તારમાં તેની પત્ની રાજેશ્વરી અને તેમના છ બાળકો સાથે રહે છે. તેમણે કહ્યું છે કે પિસ્તાળીસ વર્ષનો નાન્હે પંડિત ક્યારેક પડોશમાં ભીખ માંગવા આવતો.
નન્હે પંડિત અવારનવાર રાજેશ્વરી સાથે વાત કરતા હતા અને તેઓ ફોન પર પણ વાત કરતા હતા. 3 જાન્યુઆરીના રોજ બપોરે 2 વાગ્યાની આસપાસ મારી પત્ની રાજેશ્વરીએ અમારી પુત્રી ખુશ્બુને કહ્યું કે તે કપડાં અને શાકભાજી ખરીદવા બજારમાં જઈ રહી છે. મોડે સુધી પાછી ન આવતાં તેની શોધખોળ કરાઈ હતી, ત્યારે અમને સમાચાર મળ્યાં કે તે પંડિત સાથે ભાગી ગઈ છે. ભેંસ વેચીને મેં જે પૈસા કમાયા હતા તેનાથી મને શંકા છે કે નન્હે પંડિત તેને પોતાની સાથે લઈ ગયા છે. ભીખારી પંડિત ઘણી વાર રાજેશ્વરીના ઘેર ભીખ માગવા આવતો હતો અને આ દરમિયાન બન્નેની આંખો મળી હતી અને પ્રેમમાં પડ્યાં હતા, તેઓ ઘણી વાર મોબાઈલ પર વાતો પણ કરતા હતા અને એક દિવસ લાગ જોઈને બન્ને ભાગી ગયાં હતા.
યુવતી તેની પાસે પતિએ વેચેલી ભેંસના પૈસા પણ લઈ ગઈ હતી.પતિ રાજુની ફરિયાદને આધારે તપાસ કરીને યુવતીની ભાળ મેળવી લીધી છે જોકે હજુ સુધી તેને પાછી લવાઈ નથી. ભીખારી અને યુવતી ઘણો સમય સાથે રહ્યાં હતા. પતિએ તો એવો પણ આરોપ લગાવ્યો છે કે ભીખારીએ અને તેની પત્નીએ શારીરિક સંબંધ પણ બાંધ્યો છે.