રેલવેના સ્લીપર કલાસમાં પણ હવે મળશે બેડરોલની સુવિધા
દક્ષિણ રેલવેના ચેન્નઈ ડિવિઝને સ્લીપર ક્લાસના મુસાફરો માટે જાન્યુઆરી 2026 થી સ્વચ્છ અને સેનિટાઇઝ્ડ બેડરોલ (Bedroll) સેવા શરૂૂ કરવાની જાહેરાત કરી છે. અત્યાર સુધી આ સુવિધા ફક્ત એસી કોચમાં જ ઉપલબ્ધ હતી, પરંતુ હવે નોન-એસી સ્લીપર કોચમાં પણ મુસાફરો ચૂકવણી કરીને આરામદાયક બેડરોલ મેળવી શકશે.રેલવે દ્વારા આ સુવિધાને NINFRIS (New Innovative Non-Fare Revenue Ideas Scheme) 2023-24 2023-24 હેઠળ શરૂૂ કરાયેલા સફળ પાયલટ પ્રોજેક્ટ બાદ કાયમી યોજના તરીકે મંજૂર કરવામાં આવી છે. રેલવેના આ નિર્ણયથી સ્લીપર ક્લાસના મુસાફરોની લાંબી મુસાફરી વધુ આરામદાયક અને સ્વચ્છ બનશે. બેડરોલ ન મળવાની સમસ્યા પણ આનાથી દૂર થશે. મુસાફરો માંગ પર અને નિયત ચુકવણી કરીને બેડરોલ મેળવી શકશે. આ સેવા રેલવે માટે વધારાની આવકનો સ્રોત પણ બનશે. ચેન્નઈ ડિવિઝનને આ યોજના દ્વારા વાર્ષિક ₹28,27,653 લાયસન્સ ફી મળવાની અપેક્ષા છે.