For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉકળતી ચા અને કોફી પીવાની આદત હોય તો ચેતી જજો! થઈ શકે છે આ મોટી સમસ્યા

03:01 PM Jul 20, 2024 IST | Bhumika
ઉકળતી ચા અને કોફી પીવાની આદત હોય તો ચેતી જજો  થઈ શકે છે આ મોટી સમસ્યા
Advertisement

ચોમાસાની ઋતુમાં લોકો ચા અને કોફીને પીવાનું સૌથી વધુ પસંદ કરે છે. જયારે ચા અને કોફીને આખી દુનિયામાં સૌથી વધુ પસંદ કરવામાં આવતું પીણું માનવામાં આવે છે. કેટલાક લોકોને ગરમ ગરમ ઉકળતી ચા પીવી ગમે છે તો કેટલાક લોકો ઉકળતી કોફી અને ગ્રીન ટી પીવે છે. પરંતુ ઘણી વખત લોકો વધારે પડતુ જ ગરમ કે ઉકળતા પીણા લે છે જેમાં ચા-કોફી મોટાભાગના લોકો ઉકળતી પીવે છે. ત્યારે આવા ઉકળતા ગરમ પીણા પીવાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

ડોકટરોના મતે, ચા અને કોફી બંનેનું વધુ પડતું સેવન તમારા સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવતું નથી. પરંતુ નોંધનીય બાબત એ છે કે તેને ગરમ પીવું એ ચા કે કોફી પીવા કરતાં વધુ ખતરનાક છે. ચાલો જાણીએ કે ખૂબ ગરમ ચા અને કોફી પીવાના શું નુકસાન છે?

Advertisement

  1. પાચન સંબંધી સમસ્યાઓ: વધુ પડતું ગરમ ​​પીણું પીવાથી તમારી પાચન તંત્ર પર પણ ખરાબ અસર પડે છે. પીણુંનું ઊંચું તાપમાન તમારા પાચનતંત્રને નુકસાન પહોંચાડે છે અને તેમાં બળતરા પેદા કરી શકે છે. આના કારણે તમને એસિડ રિફ્લક્સ, પેટમાં અસ્વસ્થતા અને હાર્ટબર્નનો અનુભવ થઈ શકે છે.
  2. ડેન્ટલ પ્રોબ્લેમ: ગરમ ચા કે કોફી પીવાથી ડેન્ટલ હેલ્થ પર પણ અસર થાય છે. આથી તમને દાંતમાં દુખાવા જેવી સમસ્યા થઈ શકે છે.
  3. બોડી ટેમ્પરેચર વધી શકે: ઉનાળામાં ખૂબ ગરમ પીણાં પીવાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે, જેમ કે શરીરનું તાપમાન વધી શકે છે જેના કારણે તમને વધુ પડતો પરસેવો આવવો, અસ્વસ્થતા અનુભવવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.
  4. વારંવાર તરસ લાગવીઃ ખૂબ ગરમ પીણું પીવાનો એક ગેરલાભ એ છે કે તમને વારંવાર તરસ લાગવા લાગે છે. ચા અને કોફીમાં પણ કેફીન હાજર હોવાથી તે તમારા શરીરના હાઇડ્રેશન સ્તરને પણ અસર કરે છે અને ડિહાઈડ્રેશન થઈ શકે છે

5.જીભ અને મોં બાળી શકે : ખૂબ ગરમ ચા અથવા કોફી અથવા અન્ય કોઈપણ પીણું પીવાથી તમારું મોં અને જીભ બળી શકે છે. ગળામાં બળતરા પણ થઈ શકે છે. જીભ કે મોં બળી જવાથી ખોરાક ખાવામાં તકલીફ પડે છે. જ્યારે તમે કોઈ તીખી વસ્તુ ગરમ ગરમ ઉકળી ખાવ છો કે પીવો છો ત્યારે પેટમાં પણ બળતરા થઈ શકે છે

Advertisement
Tags :
Advertisement
Advertisement