For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમ ઉપર ધનવર્ષા, BCCI 125 કરોડ આપશે

12:39 PM Jul 01, 2024 IST | Bhumika
વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમ ઉપર ધનવર્ષા  bcci 125 કરોડ આપશે

'

Advertisement

વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો છે અને બીજી વખત ટાઈટલ જીત્યું છે. ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકા સામે 7 રને જીત મેળવી હતી. આ જીત બાદ હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ ભારતીય ટીમને લઈને મોટી જાહેરાત કરી છે. જય શાહે કહ્યું કે હવે ભારતીય ટીમને ઈનામી રકમ તરીકે 125 કરોડ રૂૂપિયા આપવામાં આવશે.

BCCI સેક્રેટરી જય શાહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ભારતીય ટીમને ટી20 વર્લ્ડ કપ 2024 જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ કહ્યું કે તે ટીમ ઈન્ડિયા માટે 125 કરોડ રૂૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરીને ખુશ છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે ટીમે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અસાધારણ પ્રતિભા, નિશ્ચય અને ખેલદિલીનું પ્રદર્શન કર્યું છે. આ શ્રેષ્ઠ સિદ્ધિ માટે તમામ ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફને અભિનંદન.

Advertisement

ICCટી20 વર્લ્ડ કપ 2024ની શરૂૂઆત સમયે ઈનામની રકમની જાહેરાત કરી હતી. આ વખતે ટી20 વર્લ્ડ કપ માટે અંદાજે 93.5 કરોડ રૂૂપિયાનું વિતરણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ફાઇનલમાં રોહિત શર્માની કપ્તાનીવાળી ભારતીય ટીમને ટી20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતવા માટે 20.36 કરોડ રૂૂપિયાની ઈનામી રકમ મળી છે. જ્યારે રનર અપ રહેલી દક્ષિણ આફ્રિકાની ટીમને 10.64 કરોડ રૂૂપિયા મળ્યા છે.

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો છે. આ ટીમે ઇતિહાસમાં ચોથી વખત વર્લ્ડ કપ (ઘઉઈં , ટી20)નો ખિતાબ જીત્યો છે. ભારતીય ટીમે બે વખત (1983, 2011) ઘઉઈં વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. જ્યારે તેણે માત્ર બે વખત (2007, 2024) ટી20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. ટીમે છેલ્લે 2011માં વર્લ્ડ કપ (ઘઉઈં માં) જીત્યો હતો. હવે 13 વર્ષ પછી કોઈએ વર્લ્ડ કપ (ટી20માં) જીત્યો છે.

આ હાર અમને લાંબા સમય સુધી દુ:ખ પહોંચાડશે: કેપ્ટન એડન
દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરામે, ટી20 વર્લ્ડ કપ ફાઇનલમાં ભારત સામેની નિરાશાજનક હારને ખૂબ જ દર્દનાક ગણાવી હતી અને આશા વ્યક્ત કરી હતી કે આ પ્રદર્શન ટીમને આગલી વખતે વધુ સારું પ્રદર્શન કરવાની પ્રેરણા આપશે. ક્રિકેટની આ પહેલી મેચ નથી, જેમાં 30 બોલમાં 30 રનની જરૂૂર હોવા છતા ટીમને હારનો સામનો કરવો પડ્યો હોય. ભારતે ખૂબ સારી અને શાનદાર બોલિંગ કરી. શાનદાર ફિલ્ડિંગ અને બોલિંગ સાથે મેચમાં પુનરાગમન કર્યું 29 વર્ષીય એડન માર્કરામે કહ્યું, હાલમાં હારના કારણ તરીકે કોઈ એક વસ્તુ તરફ ધ્યાન દોરવું અમારા માટે મુશ્કેલ છે. અમે તેના વિશે આગામી થોડા દિવસોમાં વિચારીશું, અમે ક્યા ભૂલ કરી, ક્યા અમારી કચાશ રહી તે ક્ષેત્રો શોધવાનો પ્રયાસ કરીશું. અને આજની મેચ પછી તેમા સુધારો કરી શકીશું. અમે તે વસ્તુઓ વિશે પણ વિચારીશું જે ખરેખર અમારા માટે સારી રહી છે. તેણે કહ્યું, હું કહેવા માંગુ છું કે મને મારી ટીમના ખેલાડીઓ પર ખૂબ ગર્વ છે. અમને માત્ર આજના પ્રદર્શન પર ગર્વ નથી પરંતુ ટીમે આ ટૂર્નામેન્ટ દરમિયાન અને તે પહેલાની તૈયારીઓ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement